લીંબડી માં આવેલ સરકારી શાળા નંબર 10 ખાતે ધોરણ 8 ના વિદાય સમારોહ અને વાર્ષિક મહોત્સવ નિમિતે ઇનામ વિતરણ કાર્યક્રમ
જ્યારે બાળકોના ભવિષ્યને આગળ આગળ લઈ જવા માટે કહેવાય તો શિક્ષણ જગતના શિક્ષકોનો મહત્વનો ભાગ હોય છે ત્યારે આ સરકારી શાળા નંબર 10 ખાતે આજરોજ ત્યારે વાર્ષિક મહોત્સવ કાર્યક્રમ યોજાયેલ ત્યારે આ કાર્યક્રમ શાળા નંબર ૧૦ ના આચાર્ય ગાયત્રીબા ઝાલા દ્વારા માર્ગદર્શન હેઠળ તેમજ લલીતભાઈ ખાદલા દ્વારા એનાઉન્સર કરીને બાળકો ના દિલ જીતી લીધા હતા. અને બાળકોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમમાં પૂર્વ લીંબડી તાલુકા પંચાયત કૃષ્ણસિંહ રાણા, પૂર્વ નગર પાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, લીંબડી રામકૃષ્ણ મિશનના મહંત, લીંબડી CRC દેવરાજભાઈ સિંધવ, મહાવીરસિંહ જાડેજા ( ટીનુંભા), રમેશભાઈ રાઠોડ, દિલીપભાઈ સોનાગરા, ભગવતીબેન પંડિયા, કાર્તિકભાઈ, આસુતોષ પંડ્યા, શિવાંગી કન્યા વિધાલય આચાર્ય અરૂણાબા ઝાલા, તેમજ અલગ અલગ શાળાના આચાર્ય હાજર રહ્યા હતાં આ શાળામાંથી અલગ અલગ સિધ્ધિઓ પ્રાપ્ત કરેલ હતા તે વિદ્યાર્થીઓને રોકડ સ્વરૂપે ઈનામરૂપી ગિફ્ટ પણ આપવામાં આવી હતી. તેમજ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો ત્યારે દાતા દ્વારા તમાંમ બાળકોને આઈસ્ક્રીમ આપવામાં આવેલ.. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય ગાયત્રીબા ઝાલા, વિજયભાઈ પટેલ, યોગીતાબેન બારોટ, જયશ્રીબેન દલસાણીયા, શાહિનાબેન સુતાર, પાલુબેન મોઢેરા, કુસુમબેન સોલંકી, પન્ના બેન હાડી, લલિતભાઈ ખાંદલા, કાંતિભાઈ પટેલ વિનોદભાઈ પટેલ સહિતના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી
અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી. મો. ૯૯૨૫૫ ૯૧૩૬૬
.jpeg)


.jpeg)

.jpeg)
.jpeg)

.jpeg)
.jpeg)


.jpeg)

.jpeg)


.jpeg)
0 Comments