સુરેન્દ્રનગર જીલ્લામાં તેજ પવનના સુસવાટાઓ વચ્ચે ફુંકાયું વાવાઝોડું ગુરુવારે સાંજના સમયે જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો તેજ પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી બાદમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો વાવાઝોડા ના કારણે અનેક હોર્ડિંગ્સ ઉડવા સાથે સોલાર પ્લાન્ટ ને પણ પહોંચ્યું નુકસાન ખેતરોમાં લેહરતા ઘઉં, જીરું, કપાસ અને એરંડાના પાક પહોંચ્યું નુકસાન સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, પાટડી, લખતર ચુડા, થાન અને ચોટીલા, લીંબડી પંથકમાં પણ વાવાઝોડા સાથે વરસ્યો કમમોસમી વરસાદ આવતા લીંબડી તેમજ ચુડા પંથકમાં આજ સાંજ પછી વાતાવરણ મા આવ્યો હતો પલ્ટો અને કેટલીક જગ્યાએ હોડીંગ્સ અને સોલાર પેનલ ને નુકશાન થવા પામેલ
હવામાન વિભાગ ની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાત નાં અનેક વિસ્તારોમાં આજે બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો..આજે સાંજ પછી કચ્છ નાં ભુજ સહિત ઘણા વિસ્તારોમાં જોરદાર પવન સાથે કરા સાથે કમોસમી વરસાદ થયો છે.જ્યારે સૌરાષ્ટ્ર નાં રાજકોટ મોરબી જામનગર સહિત નાં સૌરાષ્ટ્ર નાં ઘણા વિસ્તારો સહિત સુરેન્દ્રનગર જીલ્લા નાં ચુડા લીંબડી ભોયકા સહિત નાં આજુબાજુ નાં વિસ્તારમાં બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં કાળાં ડિંબાગ વાદળો સાથે જોરદાર પવન તેમજ ધુળ ની ડમરીઓ સાથે વિજળી નાં કડાકા ભડાકા સાથે ઝાપટાં રૂપે કમોસમી વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર નાં રાજકોટ મોરબી જામનગર વગેરે વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદ થી ખેડૂતો નાં ખેતરમાં ઘઉં ચણા એરંડા જેવાં પાકો ની હાલ સીજન ચાલી રહી છે ત્યારે આ વરસાદ થી અનેક ખેડૂતો માટે ચિંતા નાં વાદળો ઘેરાયા છે.અમુક ખેડૂતો નાં ખેતરમાં તૈયાર પાક લણણી ઉપર હોય તેવાં ખેડૂતો ને પડ્યાં ઉપર પાટું સમાન આ કમોસમી વરસાદ સાબિત થયો છે.. હજુ આ લખાય છે ત્યારે સૌરાષ્ટ્ર નાં ઘણા વિસ્તારો માં વરસાદ વરસી રહ્યો છે...સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, પાટડી, લખતર ચુડા, થાન અને ચોટીલા, લીંબડી પંથકમાં પણ વાવાઝોડા સાથે વરસ્યો કમમોસમી વરસાદ
અહેવાલ : દીપકસિંહ વાઘેલા, લીંબડી
.jpeg)




0 Comments