અમદાવાદ ખાતે ટી-૨૦ વર્લ્ડ કપ ફાઈનલ મેચનું લાઈવ પ્રસારણની મજા માણેલ હતી અને  ભારતના ઐતિહાસિક વિજયની ફટાકડા ફોડીને ક્રિકેટ પ્રેમીઓ એ ધામધૂમ થી ઉજવણી કરવામાં આવેલ 

લીંબડી શહેર ના  મનદીપ પાર્ટી પ્લોટ માં ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડેલ ના દ્રશ્યો જોવા મળેલ 







લીંબડી શહેર ખાતે મંદિર પાર્ટી પ્લોટમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડ કપ ફાઈનલ મેચનું લાઈવ સ્ક્રીન દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લીંબડીના પૂર્વ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા સાહેબ, ક્ષત્રિય સમાજના પ્રમુખ સહદેવસિંહ રાણા, લીંબડી નગરપાલિકાના પ્રમુખ રઘુભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ બેલાબેન વ્યાસ, લીંબડી ઉધોગ પતિ બાબુભાઈ જીનવાળા, રાજેશભાઈ ચાવડા, દલસુખભાઈ ચૌહાણ, કિરણભાઈ ખાખી, બીપીનભાઈ પટેલ, મહેન્દ્રસિંહ રાણા, રાજુભાઈ પટેલ, મુકેશભાઈ શેઠ,  એલ. કે. રાણા, યશવંતસિંહ પરમાર, મહાદેવભાઈ પટેલ, યશવંતસિંહ ઝાલા, વિજયસિંહ ઝાલા, રાજુભાઈ સભાડ, મુન્નભાઈ ભરવાડ, વિપુલભાઈ પાટડિયા,  વ્યાસ,તેમજ શહેરના અગ્રણીઓ રાજુભાઈ પટેલ, કેતનભાઈ વ્યાસ, ડો હિતેશ પંડ્યા અને લીંબડી નગરપાલિકાના પ્રમુખ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જયારે મનદીપ પાર્ટી પ્લોટ પાર્ટી પ્લોટ ખાતે વિશાળ સ્ક્રીન મુકીને કરવામાં આવેલા આ જીવંત પ્રસારણનો લાભ લીંબડીના અનેક નગરજનોએ ઉત્સાહપૂર્વક લીધો હતો. ક્રિકેટપ્રેમીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી મેચનો રોમાંચક આનંદ માણ્યો હતો.

મેચ દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિના નારાઓ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું. ભારતે શાનદાર વિજય પ્રાપ્ત કરતા જ ઉપસ્થિત લોકોએ હર્ષોલ્લાસ સાથે તાળીઓના ગડગડાટ અને ભારત માતા કી ના જયઘોષ કરીને ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા.

ભારતના વિજયની ખુશીમાં ઉપસ્થિત લોકોએ એકબીજાને શુભેચ્છા પાઠવી અને આઈસ્ક્રીમ ખાઈ ને વિજયોત્સવની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ આનંદ અને ગૌરવની લાગણીથી ભરાઈ ગયું હતું.

અહેવાલ : દીપકસિંહ વાઘેલા, લીંબડી