પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાણશીણાને રાષ્ટ્રીય કક્ષાનાં NQAS સર્ટિફિકેટ મળતા , NQAS ક્વોલિફાઇડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનવાનો ગૌરવ પ્રાપ્ત થયું છે


ગત તા. ૨૦ અને ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાણશીણા ખાતે બે દિવસ માટે  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના બાહ્ય આંતરિક દેખાવ , સ્ટાફ ની હાજરી, ઓપીડી, આઈપીડી, નેશનલ લેવલ ના પ્રોગ્રામનું અમલીકરણ, આરોગ્ય સેવાઓનું અમલીકરણ તથા સ્ટાફના નોલેજ અને સ્કીલ પરફોર્મન્સ જેવી બાબતોનું રાજ્ય બહારના બે એસેસર દ્વારા જીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તા. ૦૫-૦૨-૨૦૨૬ ના રોજ જાહેર થયેલ પરિણામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાણશીણાએ તમામ ગુણવતા માપદંડો સફળતાપૂર્વક પૂર્ણ કરતા ૯૩% સાથે NQAS સર્ટિફિકેટ મેળવેલ છે. આ સિદ્ધિ મેળવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાણશીણા ના મેડિકલ ઓફિસર ડો. કાજલ નાંઘા, ડો. અંકિતાબા ડોડીયા, સુપરવાઇઝર રણવીરસિંહ રાઠોડ, વસાવા બહેન તથા પી.એચ.સી અને ફિલ્ડ સ્ટાફ દ્વારા મહેનત કરાઈ હતી તથા આ કામગીરી ને સફળ બનાવવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. બી.જી.ગોહિલ સાહેબ , તાલુકા હેલ્થ ઓફિસર ડો. હર્ષિત બી. સોલંકી અને તાલુકા સુપરવાઈઝર મનોજભાઈ ભટ્ટ દ્વારા માર્ગદર્શન અપાયું હતું.

અહેવાલ : દીપકસિંહ વાઘેલા,. લીંબડી. મો. ૯૯૨૫૫ ૯૧૩૬૬