લીંબડી શહેર ભારતીય જનતા પાર્ટી લીંબડી શહેર મંડળની કારોબારી બેઠક યોજાઈ હતી.
લીંબડી શહેર મંડળની કારોબારી બેઠક યોજાઈ હતી.
જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના નવ નિયુક્ત ઉપપ્રમુખ તથા લીંબડી શહેર ભાજપના પ્રભારી શ્રીમતી મીનાબેન સીંધવ. સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના નવ નિયુક્ત મંત્રી અને પ્રભારી પારૂલબેન ચાવડા તથા શ્રી શંકરભાઈ દલવાડી દ્વારા આગામી દિવસોમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આગળનું આયોજન અને સંગઠન રચના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લીંબડી શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ ચાવડા, મહામંત્રીશ્રી બીપીનભાઈ પટેલ, તેમજ વિજયસિંહ ઝાલા, બાબાભાઈ ભરવાડ, રઘુભાઈ પટેલ દલસુખભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. લીંબડી નગરપાલિકાના સદસ્યો, શક્તિ કેન્દ્રના સંયોજક અને લીંબડી શહેર ભાજપ પરિવારના સહ હોદ્દેદારો, કાર્યકર્તાઓ, વડીલો, યુવાનો અને મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી

0 Comments