સમસ્ત વાઘેલા પરિવાર ને ભાવભર્યું આમંત્રણ
સ્નેહ સાથે ભાવભર્યું આમંત્રણ
જય માતાજી... સાથે જણાવતા સહર્ષ આનંદ થાય કે આટકોટ ગામ મુકામે ભાદર (ભદ્રાવતી) નદીના તટે આવેલ સમગ્ર વાઘેલા (ક્ષત્રિય) કુળના ઈષ્ટદેવ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ તથા કુળદેવી શ્રી વાઘેશ્વરી અંબે માતાજી બિરાજમાન છે. આશરે એક હજાર (૧૦૦૦) વર્ષથી પણ વધુ પ્રાચીન અને પવિત્ર વીર ભૂમિ પર આગામી તા. ૨૯-૦૩-૨૦૨૬ ને રવિવાર ના રોજ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
:: કાર્યક્રમની વિગતો ::
૫૧ કુંડી નવચંડી યજ્ઞ: સવારે ૬:૩૦ કલાકે, સમાજ સંમેલન: બપોરે ૩:૦૦ કલાકે, ભવ્ય લોકડાયરો (સંતવાણી): રાત્રે ૯:૩૦ કલાકે.
▪️પ્રસાદી (ભોજન): બપોરે ૧૧:૦૦ કલાકે (ફરાળ સાથે) અને સાંજે ૭:૦૦ કલાકે. ▪️ લોક ડાયરાના કલાકારો : મહિપસિંહ જાડેજા, નવઘણસિંહ વાઘેલા, દિગુભા ચુડાસમા, યશદિપસિંહ જાડેજા,
▪️મહાનુભાવો અને અતિથિ વિશેષ:
આ પ્રસંગે અનેક રાજવી રત્નો, રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે, વિવિધ સંસ્થાનના ઠાકોર સાહેબો અને યુવરાજ સાહેબ ઉપસ્થિત રહેવાના છે. ગુજરાત રાજપૂત (ક્ષત્રિય) સમાજ ના રાજકીય સામાજિક તેમજ અગ્રણીઓ, વડીલો, યુવાઓ તથાવમતા બહેનો ને આ પાવન પ્રસંગે આટકોટ અંબેધામ ખાતે પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.
તેમજ આપડા વાઘેલા ક્ષત્રિય સમાજના ઉત્થાન માટે ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી સ્વરૂપે આપનું યોગદાન આપશોજી.


0 Comments