લીંબડીના ઉટડી ગામે સમસ્ત કોળી - ઠાકોર સમાજ નું યોજાયું સંમેલન..





લીંબડી મનદીપ પાર્ટી પ્લોટ થી  બાઇક રેલી સ્વરૂપે શોભાયાત્રા સમસ્ત કોળી ઠાકોર સમાજના યુવાધન જય માંધાતા - જય વેલનાથ ના નારાઓ સાથે ઉટડી ગામે પહોંચિયા હતા.. આ મહાસંમેલનમાં સરખેજ આશ્રમ ના ઋષિભારથી બાપુ,  લાભુગીરી માતાજી, અડવાળ મહંત, કાળા સર આશ્રમ મહંત અને કોળી-ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિતી.. સમગ્ર કોળી-ઠાકોર સમાજના યુવા ધાન અને બાળકો ઉત્થાન માટે સામાજિક   વિવિધ મુદાઓ શિક્ષણ, સાક્ષરતા સ્થળ વધે, અંધશ્રદ્ધાઓ ભાઈ-બહેનો દૂર રહે, નારી રક્ષણ, સમાજમાં કુરિવાજ બંધ કરવામાં આવેલ, આઈ.એસ અધિકારીઓ, આઈ.પી એસ.  બને, યૂપીએસ ની જીપીએસ.ની તૈયારિયો કરે અને સમસ્ત કોળી/ઠાકોર સમાજના લોકોમાં એકતા વધે તે અંગે સમાજના હોદ્દેદાર અને આગેવાનો દ્વારા ચિંતન કરવામાં આવેલ..જ્યારે યુવા કોળી એકતા સમાજ પ્રમુખ ચિરાગભાઈ ઝાલા, કોળી ઠાકોર સમાજ સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ જેરામભાઈ મેનિયા, લીંબડી કોળી સમાજ બાવન ગામના પ્રમુખ તેજાભાઇ મેટાલિયા, અખિલ ભારતીય યુવા કોળી સમાજ સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ મનસુખભાઈ કોઠારીયા, ઉપપ્રમુખ વિજયભાઈ મેનિયા, લીંબડી ઠાકોર સમાજ પ્રમુખ દિલીપભાઈ ઠાકોર, ઉટડી સરપંચ સંજયભાઈ ક્મેજ઼લિયા તેમજ ગુજરાત તથા સુરેન્દ્રનગર જિલ્લા, તાલુકામાંથી ભરમાંથી કોળી ઠાકોર સમાજના આગેવાનો, હોદેદારો, કાર્યકરો ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહેલ હતા..

અહેવાલ : દીપકસિંહ વાઘેલા, લીંબડી. મો. ૯૯૨૫૫ ૯૧૩૬૬