બરવાળાના સાળંગપુર ગામની પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ ૨.૦ (ગ્રામ્ય) કાર્યક્રમ યોજાશે

 બરવાળાના સાળંગપુર ગામની પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ ૨.૦

 (ગ્રામ્ય) કાર્યક્રમ યોજાશે




રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને સરકારની વિવિધ કલ્યાણકારી સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઇ સરકારશ્રીએ તાલુકા કક્ષાએ "સેવાસેતુ ૨.૦ ગ્રામ્ય" કાર્યક્રમ યોજાશે. જેના ભાગરૂપે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે સરકારી પ્રાથમિક શાળામાં આગામી તારીખ ૧૮/૦૩/૨૦૨૬ના બુધવારના રોજ સવારના ૯.૦૦ થી સાંજના ૦૫.૦૦ કલાક સુધી સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં બરવાળા તાલુકાના સાળંગપુર, કુંડળ, બેલા, ટીંબલા, રેફડા, ખાંભડા, ચાચરીયા, રામપરા, ખમીદાણા, નવા નાવડા, જુના નાવડા ગામના પ્રજાજનો સ્થળ ઉપર સરકારશ્રીના આ સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ સેવાઓ જેવી કે, આવક, જાતિ પ્રમાણપત્ર, ક્રિમિલેયર, ડોમીસાઇલ, વરિષ્ટ નાગરીક પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, ઉપરાંત આધારકાર્ડ, પ્રધાનમંત્રી જન આરાગ્ય કાર્ડ, વિધવા સહાય, તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે, કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, ગ્રામ વિકાસ, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની યોજના હેઠળના લાભો માટેની અરજી કરી લાભ મેળવી શકાશે. તેમ બરવાળા મામલતદારની યાદીમાં જણાવાયુ છે

Post a Comment

0 Comments