આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે “Healthcare Under Attack: Cyber Security Awareness for Future Doctors” વિષય પર સાયબર સિક્યુરિટી જાગૃતિ કાર્યક્રમ નડિયાદ ખાતે યોજાયો
આજના ડિજિટલ યુગમાં ડોક્ટરો માટે સાયબર સુરક્ષા જરૂરી : લકિરાજસિંહ ઝાલા
નડિયાદ સ્થિત ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી ના ફેકલ્ટી ઓફ ડેન્ટલ સાયન્સ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે “Healthcare Under Attack: Cyber Security Awareness for Future Doctors” વિષય પર સાયબર સિક્યુરિટી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રખ્યાત સાયબર સિક્યુરિટી કન્સલ્ટન્ટ, vCISO, સ્પીકર તેમજ LuckyIT કંપનીના ફાઉન્ડર અને CEO શ્રી લકિરાજસિંહ ઝાલા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના વ્યાખ્યાન દરમિયાન હેલ્થકેર સેક્ટરમાં વધતા સાયબર હુમલાઓ, હોસ્પિટલ અને ક્લિનિકોમાં રહેલા પેશન્ટ ડેટાની સુરક્ષા, સોશિયલ મીડિયા સિક્યુરિટી, ઓનલાઇન બેંકિંગ સેફ્ટી તેમજ ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષાનું મહત્વ અંગે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં હોસ્પિટલ અને ક્લિનિકોમાં દર્દીઓની મહત્વપૂર્ણ માહિતી ડિજિટલ સ્વરૂપમાં સંગ્રહિત હોય છે. જેના કારણે હેલ્થકેર સેક્ટર સાયબર ક્રિમિનલ્સ માટે સરળ નિશાન બની રહ્યો છે. તેથી ડોક્ટરો અને હેલ્થકેર સ્ટાફ માટે સાયબર સિક્યુરિટી અંગે જાગૃત રહેવું અત્યંત જરૂરી બની ગયું છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ સાયબર સુરક્ષા સંબંધિત અનેક પ્રશ્નો પૂછ્યા હતા, જેના શ્રી ઝાલાએ સરળ અને અસરકારક રીતે જવાબ આપી માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમના અંતે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી દ્વારા શ્રી લકિરાજસિંહ ઝાલાને તેમના મૂલ્યવાન જ્ઞાન અને માર્ગદર્શન બદલ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી, નડિયાદ ના ફેકલ્ટી ઓફ ડેન્ટલ સાયન્સ દ્વારા કરવામાં આવ્યું હતું.
અહેવાલ : દીપકસિંહ વાઘેલા, લીંબડી. મો. ૯૯૨૫૫ ૯૧૩૬૬

.jpeg)

.jpeg)
0 Comments