શ્રીમતી બી.એ. કન્યા વિદ્યાલય, લીંબડી ખાતે નિવૃત્ત થતા કર્મચારીઓ દ્વારા સેવાભાવનું પ્રેરણાદાયી દાન: વિદ્યાર્થીની બહેનો માટે RO પ્લાન્ટ ભેટ”
શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી બી.એ. કન્યા વિદ્યાલય, લીંબડી ખાતે માનવતા અને સેવાભાવનો એક અનોખો અવસર સર્જાયો. શાળાના ઉદ્યોગ શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપ્યા બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા આદરણીય સુનિતાબેન સતાણી તથા વર્ગ–૪ના કર્મચારી શ્રી ઉમાબેન ચૌહાણ દ્વારા શાળાની વિદ્યાર્થીની બહેનોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને હૃદયસ્પર્શી ભેટ અર્પણ કરવામાં આવી. દોઢ લાખ રૂપિયાના મૂલ્ય ધરાવતા આધુનિક RO પ્લાન્ટ માટે શ્રી સુનિતાબેન સતાણી દ્વારા 1,10,000(એક લાખ દસ હજાર) રૂપિયાનું ઉદાર યોગદાન તથા શ્રી ઉમાબેન ચૌહાણ દ્વારા 40,000 ( ચાલીસ હજાર) રૂપિયાની સહાય કરવામાં આવી. આ દાન માત્ર એક સાધન પૂરતું નથી, પરંતુ તે વિદ્યાર્થીઓ માટે સ્વચ્છ પાણી અને સ્વસ્થ જીવન તરફનો એક સકારાત્મક પગથિયું સાબિત થશે. આ પવિત્ર પ્રસંગે RO પ્લાન્ટનું ઉદ્ઘાટન શ્રી લીંબડી કેળવણી મંડળના સહમંત્રી પ્રક્શભાઈ સોની ના શુભ હસ્તે કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન સૌના ચહેરા પર આનંદ અને કૃતજ્ઞતાની ઝળહળાટી સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. આ ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી દાનથી પ્રેરાઈ શાળાના આચાર્યશ્રી બેલાબેન વ્યાસ, સમગ્ર કર્મચારી પરિવાર તથા વિદ્યાર્થીની બહેનો દ્વારા દાતાશ્રી બહેનોનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આવા સદ્કાર્યો શાળા માટે માત્ર સુવિધા જ નહીં, પરંતુ સંસ્કાર અને સહભાગિતાનો સંદેશ પણ આપે છે. અંતે, આ પ્રસંગે એક સંદેશ સ્પષ્ટ થાય છે કે, સેવા અને સહકારની ભાવના દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.
અહેવાલ : દિપકસિંહ વાઘેલા , લીંબડી

0 Comments