કુ. શિવાંગીબા વિદ્યાલય ખાતે કિશોરીઓના આરોગ્ય સુરક્ષા માટે HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કુલ 22 દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સરથી બચાવ માટે HPV રસી આપવામાં આવી હતી. આ પહેલ દ્વારા કિશોરીઓમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવા તેમજ ભવિષ્યમાં ગંભીર બીમારીઓથી સુરક્ષા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

  કુ. શિવાંગીબા વિદ્યાલય ખાતે કિશોરીઓના આરોગ્ય સુરક્ષા માટે HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કુલ 22 દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સરથી બચાવ માટે HPV રસી આપવામાં આવી હતી. આ પહેલ દ્વારા કિશોરીઓમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવા તેમજ ભવિષ્યમાં ગંભીર બીમારીઓથી સુરક્ષા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો 



 કુ. શિવાંગીબા વિદ્યાલય ખાતે દીકરીબાઓ ના આરોગ્ય સુરક્ષા માટે HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કુલ 22 દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સરથી બચાવ માટે HPV રસી આપવામાં આવી હતી. આ પહેલ દ્વારા કિશોરીઓમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવા તેમજ ભવિષ્યમાં ગંભીર બીમારીઓથી સુરક્ષા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો  કાર્યક્રમ લીંબડી તાલુકા હેલ્થ ઓફિસર હર્ષિત સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. લીંબડી અર્બન મેડિકલ ઓફિસર ડૉ. મિત પટેલ, ડૉ. ચેતન આચાર્ય તથા RBSK મેડિકલ ઓફિસર ડૉ. વૈભવ બેલાણી દ્વારા રસીકરણ કામગીરી સંભાળવામાં આવી હતી. સાથે જ FHW અંજનાબેન વાઘેલા અને આશા કાર્યકર વનીતાબેન પરમાર દ્વારા યોગ્ય આયોજન અને સહકાર આપવામાં આવ્યો હતો. શાળા તરફથી આચાર્ય અરૂણાબા જાડેજા તથા સમગ્ર શાળા પરિવારનો ઉત્તમ સહકાર મળતા કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આરોગ્ય વિભાગ અને શાળા વચ્ચેના સંકલનથી આ પ્રકારના જનહિતના કાર્યક્રમો સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

અહેવાલ :  દિપકસિંહ વાઘેલા, લીંબડી 

Post a Comment

0 Comments