ઝાલા માંગુંજી ક્ષત્રિય સમાજ ના પ્રમુખ તરીકે લીંબડી તાલુકાના ગેડી ગામ ના ઉત્શાહી એવા હરપાલસિંહ બળદેવસિંહ રાણાની સર્વાનુમતે માટે નિમણુક કરવામાં આવી
લીંબડીના લોક લાડીલા ધારાસભ્ય કિરીટસિંહ રાણા આ વાર્ષિક સાધારણ સભા માં ખાસ ઉપસ્થિત રહેલ હતા
આજ રોજ લખતર તાલુકાના તલસાણા મુકામે ઝાલા માંગુંજી ક્ષત્રિય સમાજની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી અને પ્રમુખ તરીકેની મહાવીરસિંહ ઝાલા ( લાલીયાદ) ની ટર્મ પૂરી થતા આજે તેમની જગ્યાએ પ્રમુખ માટે ની અન્ય નામ માટે ચર્ચા વિચારણા કરવામાં આવેલ અને આ બેઠક માં લીંબડી તાલુકાના ગેડી ગામના ઉત્શાહી યુવાન એવા હરપાલસિંહ બળદેવસિંહ રાણાના નામની પ્રમુખ તરીકે સર્વાનુમતે નિર્ણય લઈને નિમણુક કરવામાં આવેલ. લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા તેમજ ક્ષત્રિય સમાજ આગેવાનો, હોદેદારો, કાર્યકરો, ભાઈઓ ઉત્સાહી યુવાન હરપાલસિંહ રાણાને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ હતા.
અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી


0 Comments