લીંબડી ઘટક કક્ષાએ પૌષ્ટિક વાનગી હરીફાઈ ઉત્સવ ૨૦૨૬’નું ભવ્ય આયોજન THR, મિલેટ્સ અને સરગવામાંથી બનેલી પૌષ્ટિક વાનગીઓનું આકર્ષક નિદર્શન; વિજેતા આંગણવાડી બહેનોનું કરાયું સન્માન

 લીંબડી ઘટક કક્ષાએ પૌષ્ટિક વાનગી હરીફાઈ ઉત્સવ ૨૦૨૬’નું ભવ્ય આયોજન

THR, મિલેટ્સ અને સરગવામાંથી બનેલી પૌષ્ટિક વાનગીઓનું આકર્ષક નિદર્શન; વિજેતા આંગણવાડી બહેનોનું કરાયું સન્માન








લીંબડી ઘટક હેઠળ આવતા આંગણવાડી કેન્દ્રોમાં આજરોજ પોષણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી ‘ઘટક કક્ષાએ પોષણ વાનગી હરિફાઈ ૨૦૨૬’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.  બાળ વિકાસ યોજના અધિકારી, (CDPO) શ્રીમતી છાયાબા ઝાલા ના સચોટ માર્ગદર્શન હેઠળ ઘટક  કક્ષાએ મુખ્ય સેવિકા દ્વારા આ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ હરિફાઈમાં આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેઓએ THR (ટેક હોમ રાશન), શ્રીઅન્ન (મિલેટ્સ) અને સ્વાસ્થ્યવર્ધક સરગવાનો અદભુત ઉપયોગ કરી વિવિધ આકર્ષક અને પૌષ્ટિક વાનગીઓ બનાવી તેનું સુંદર નિદર્શન કર્યું હતું. માત્ર વાનગીઓનું પ્રદર્શન જ નહીં, પરંતુ આ પ્રસંગે ઉપસ્થિત રહેલા લાભાર્થીઓને THR, મિલેટ્સ અને સરગવામાંથી મળતા પોષકતત્વો અને તેના આરોગ્યલક્ષી અગણિત ફાયદાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપીને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે હોમ સાયન્સ કોલેજ પ્રોફેસર ગીતાબેન, RBSK ટીમ ના મેડિકલ ઓફિસર વૈભવભાઈ બેલાણી અર્બન મેડિકલ ઓફિસર મિતભાઈ પટેલ નિર્ણાયક તરીકે મોટું યોગદાન આપેલ. ઘટક ના તમામ ના મુખ્ય સેવિકા, PSE ઇન્સ્ટ્રકટર,ઘટક ના તમામ  સ્ટાફ અને આંગણવાડી કાર્યકર,તેડાગર બહેનો હાજર રહેલ.હરીફાઈના અંતે શ્રેષ્ઠ વાનગીઓ બનાવનાર આંગણવાડી કાર્યકર /હેલ્પર બહેનોને મૂલ્યાંકન દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તેઓની કામગીરીને બિરદાવી, યોગ્ય પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. સુપોષિત ગુજરાતના નિર્માણ તરફ લીંબડી તાલુકાના આંગણવાડી કેન્દ્રોનો આ પ્રયાસ પ્રશંસનીય રહ્યો હતો. આ પ્રસંગે અવની શાહ, ભાવિકા પટેલ, દીપ્તિબેન, નીરૂબેન, નીતિનભાઈ સહીત આંગણ વાડી કે કર્મચારી ઉપસ્થિત રહેલ.

અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી 


Post a Comment

0 Comments