સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી-૨૦૨૬
ચુડાના બી.આર.સી. ભવન ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓના વાલીઓ માટે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો વાલીઓએ લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર મતદાન કરવાની લીધી પ્રતિજ્ઞા
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આગામી ચૂંટણી અન્વયે મતદારોમાં જાગૃતિ લાવવા માટે ‘સ્વીપ’ (SVEEP) પ્રવૃત્તિઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે આજે ચુડા સ્થિત બી.આર.સી. ભવન ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓના વાલીઓ માટે વિશેષ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત દિવ્યાંગ બાળકોના વાલીઓને લોકશાહીમાં એક-એક મતના મહત્વ વિશે માહિતગાર કરી, કોઈપણ જ્ઞાતિ, જાતિ કે લોભ-લાલચમાં આવ્યા વિના નૈતિક મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાલીઓએ પોતાની ફરજ સમજી આગામી ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા માટેના સામૂહિક શપથ લીધા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છેવાડાના નાગરિક સુધી મતદાનનો સંદેશ પહોંચાડવાનો અને આગામી ચૂંટણીમાં મહત્તમ મતદાન સુનિશ્ચિત કરવાનો છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્વીપ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ અને શિક્ષણ વિભાગના કર્મયોગીઓ જોડાયા હતા.
અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી




0 Comments