આટકોટ ખાતે આવેલ  ભદ્રાંવતી (ભાદર)ના કિનારે ચૌલુકયવંશના  વાઘેલા ક્ષત્રીય સમાજ કુળના  કુળદેવી માઁ  વાઘેશ્વરી અંબાજી મંદિર ખાતે સમસ્ત વાઘેલા (ક્ષત્રિય) પરિવાર દ્વારા ૫૧ કુંડી નવચડી મહાયજ્ઞ, સ્નેહ મિલન કાર્યકમ રાખવામાં આવેલ  તેમજ લોક ડાયરો યોજાયો હતો 















આટકોટ ભદ્રાંવતી (ભાદર)ના કિનારે ચૌલુકયવંશના વાઘેલા કુળના  કુળદેવી માઁ  વાઘેશ્વરી અંબાજી માતાજી  તેમજ  ઇષ્ટદેવ ભગવાન કાંશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં  બિરાજમાન છે. આ પ્રદેશ  ઐતિહાસિક તરીકે ઓળખવામાં આવે  છે. તેવી  ઓળખ ઉભી કરતા આ પાવન ભૂમિ  પર રામદેવસિંહ વાઘેલા ( ગાણોલ) ,ધનશ્યામસિંહ વાઘેલા (ભાડેર) , નરેન્દ્રસિંહ વાઘેલા ( ગોધાવી) , અને  ધર્મપાલસિંહ વાઘેલા ( ભાડેર), તથા  તેમની ટીમ દ્રારા ૫૧ કુંડી  નવચડી મહાયજ્ઞ, સામાજીક સંમેલન , રાત્રે લોકડાયરાનુ આયોજન કરવામાં આવયુ. આ અયોજનને  સફળ બનાવામાં પૂર્વ ધોળકા બાવળા ગિરાસદાર ના સભ્યો , રાજપુત વિકાસ સંધ સાણંદ  , વાઘેલા સોલંકી રાજવંશ ઇતિહાસ સંશોધન ટ્રસ્ટ ના સભ્યો , બોપલ રાજપુત સમાજ , સાણદ રાજપૂત સમાજ, રાજપુત વિદ્યાસભા અને  અન્ય સ્થાનિક સંગઠનો,  તેમજ સચિવાલય ગાંધીનગરમાં ફરજ બજાવતા આપણા સરકારી અધિકારી કર્મચારીયો પણ આમંત્રણ પત્રીકા પહોચાડવા ખુબ જહેમત ઉઠાવી , ચૌલુકય રાજવંશના સમસ્ત  વાધેલા (કુળ)  રાજપુત  સમાજના પાયાના સ્વયંમ સેવકો તરીખે  ગામ સરવાળ , પાળિયાદ , બંધિયા , અને ગામ કુંભાણાના યુવાન  દિકરાઓ ,વાઘેશ્વરી  અંબે ગ્રુપ આટકોટ સ્વયંમસેવકો  ખડેપગે ઉભા રહયા, આ ઉપરાત દુરથી પધારેલા ગામ , ગાગંડ , ધોળકા , સાણંદ, બાવળા તાલુકાના યુવાન ભાઇયો  તેમજ વાઘેલા સંશોધન સમિતિના સભ્યો પણ આગલા દિવસે પહોચી વ્યવસ્થાના ભાગરુપે જે પણ કામગીરી સોપવામાં આવી તે કાર્યો નિષ્ઠાપૂર્વક કરયા હતા.  વાઘેલા ક્ષત્રિય/સમાજના દાંતાઓમાં પરાક્રમસિંહજી (પરાગસિંહજી) વાઘેલા  ગામ :- ધુમા રુપિયા   ૧૦ લાખ જેટલી રકમ દાન આપી સમાજ પ્રત્યે તેમની નિષ્ઠા  બતાવા બદલ તેમને અભિનંદન , વાઘેલા રાજપુત સમાજના ગામોમાંથી પણ દાનની વરસા થઇ જે કુળદેવી વાઘેશ્વરી માતાજી પ્રત્યે તેમની અપાર શ્રદ્ધાના દર્શન કરાવેછે . ૫૧ નવચંડી મહાયજ્ઞમાં જે વાઘેલા રાજપુત સમાજના  દંપતીયો બેઠા તેમા મોટા ભાગના દંપતીયો બસો અઢીસો કિલોમીટર થી દુર આવીને મહાયજ્ઞ માં ભાગ લીધો તે સરહાનીય છે.  બપોરના સમાજીક સમેલનમાં સ્ટેજ સંચાલન કરી ઈમાનદારી થી સંપૂર્ણ જવાબદારી નિભાવી હતી તેમજ આમંત્રિત મહેમાનો ખાસ કરીને ગુજરાત ના માજી મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા,  રાજકોટ નામદાર ઠાકોર માંધાતાસિંહ જાડેજા, પૂર્વ સ્પીકર  ગુમાનસિંહ વાઘેલા, યુવરાજ સાહેબશ્રી દિવ્યરાજસિંહજી બધેલ ઓફ રીવા સંસ્થાના પધારી સમાજનો ઉત્સાહ વધારયો હતો. અને ગાંગડ યુવરાજ સાહેબ ભારદ્વાજસિંહ વાઘેલા, તેમજ વાઘેલા સમાજના બારોટજી, પંકજસિંહ વાઘેલા, ગાયત્રીબ વાઘેલા, વાસુદેવ સિંહ ગોહિલ,  પૂર્વ મંત્રી કીર્તિ સિંહ વાઘેલા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ગુજરાત કરણી સેના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા, સહીત નામી અનામી આગેવાનો  ઉપસ્થિત રહેલ હતા, તેને સમસ્ત વાઘેલા રાજપુત પરિવાર દ્રારા અપનાવી ક્ષત્રિય વાઘેલાની ઓળખ તરીકે સ્વીકાર કરવાનુ કહયુ તેમજ વાઘેલા ક્ષત્રિય સમાજ માં ભાઈ બહેનો માં એકતા તથા આત્મીય વધે, દીકરા દીકરીઓ માં સારા સંસ્કાર સાથે એજુકેશન પ્રમાણ વધે, સેવાકીય પ્રવુતિઓ, જેવી વિવિધ કામોમાં આગળ આવો એવી વાઘેલા ક્ષત્રીય સમાજ ના લોકોને કરવામાં આવેલ  અને રાત્રીના સમય દરમિયાન આયોજન ગુજરાત સરકાર સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સહયોગથી કરવામાં આવેલ હતું  આ કાર્યક્રમને સફળ બનાવામાં મોટી સંખ્યામા પધારેલા  સમસ્ત વાઘેલા સમાજ ના વડીલો , બહેનો માતાઓ , યુવાનો  આમંત્રિત મહેમાનો પધારીને તન મન અને ધન થી સહકાર આપવામાં આવેલ,  તેમજ RJ થી પ્રખ્યાત અજયસિંહ ચુડાસમા એ તેમની રાજપૂત સમાજની સંસ્કારીક અલોકિક વાણીથી  એન્કરીન કરીને વાઘેલા ક્ષત્રિય સમાજ ના ભાઈ બહેનો, મહાનુભાવોના દિલ જીતી લીધી 


અહેવાલ ; દિપકસિંહ વાઘેલા, 
( મૂળ ગામ કાવિઠા,  હાલ લીંબડી) પ્રેસ રીપોટર, લીંબડી 
મડિયા સેલ કન્વિનર, લીંબડી શહેર ક્ષત્રિય સમાજ 
મો.  ૯૯૨૫૫ ૯૧૩૬૬ 

Post a Comment

0 Comments