લીંબડી નગરપાલિકા ની ચૂંટણી આજે યોજાઈ રહી છે ત્યારે લીંબડી શહેર માં આવેલ વોર્ડ નંબર ૩ માં રહેતા દલિત સમાજની દીકરી દક્ષાબેન ભવાનભાઈ ચાવડાએ તેમના પતિ સાથે લગ્નના ફેરા ફરીને ત્યારબાદ મતદાન કરી નાગરિક ધર્મ નિભાવ્યો*
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ કે લીંબડી નગરપાલિકામાં કુલ ૭ (સાત) વોર્ડ અંદર ચૂટણીઓમાં આજે લોકશાહીના અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. લીંબડી શહેર ના વોર્ડ નંબર ૩ માં રહેતા ચાવડા પરિવારની દીકરી દક્ષાબેન ભવાનભાઈ ચાવડા જેમના આજે લગ્ન હતા, તેમણે જીવનના આ મહત્વપૂર્ણ દિવસે લગ્નના ફેરા ફરતા પહેલા મતદાન મથકે જઈ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લાલ ચૂડા અને લગ્નના ભવ્ય પોશાકમાં સજ્જ આ નવવધૂઓએ મતદાન મથક પર આકર્ષણ જમાવ્યું હતું, જેનાથી અન્ય મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે તેમણે સમાજને સંદેશ આપ્યો હતો કે, લોકશાહીમાં દરેક મત કિંમતી છે અને કોઈપણ સંજોગોમાં મતદાન કરવું એ આપણી પ્રાથમિક ફરજ છે. આજે દલિત સમાજના ચાવડા પરિવારની દીકરીના લગ્નનો અવસર છે, પરંતુ રાષ્ટ્રના હિત અને લોકશાહીના મજબૂતીકરણ માટે મતદાન કરવું એ અમારી નૈતિક ફરજ છે. કન્યાદાન પહેલા મતદાન કરવું એ પરિવાર માટે સૌભાગ્યની વાત હોવાનું જણાવી તેમણે દરેક મતદારને અપીલ કરી હતી કે, લોકશાહીને મજબૂત બનાવવા માટે કોઈ પણ બાંધછોડ વગર અચૂક મતદાન કરવું જોઈએ.દક્ષાબેન ચાવડા આ તકે જણાવ્યું હતું કે, લગ્ન એ જીવનનો અંગત પ્રસંગ છે, જ્યારે મતદાન એ સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારી છે. તેમણે નક્કી કર્યું હતું કે લગ્નની વિધિઓ શરૂ થાય તે પહેલાં રાષ્ટ્રના હિત અને શહેરના વિકાસ માટે મતદાન કરવું અનિવાર્ય છે. તેમની આ પહેલને વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોએ બિરદાવી હતી. દરેક નાગરિકે કોઈપણ બહાના વગર અચૂક મતદાન કરવું જોઈએ તેવો સંદેશ આ દક્ષાબેન ચાવડાએ આપ્યો હતો. આ કિસ્સાએ સાબિત કરી દીધું છે કે, જ્યારે નાગરિકોમાં મતાધિકાર પ્રત્યે આટલી જાગૃતિ હોય, ત્યારે લોકશાહીના મૂળિયાં વધુ મજબૂત બને છે. ચાવડા પરિવારની આ પહેલે અનેક યુવા મતદારોને ઘરની બહાર નીકળી મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી છે.
અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી

.jpeg)
.jpeg)

0 Comments