લીંબડીમાં લગ્નના માંડવેથી સીધા જ મતદાન મથકે પહોંચ્યા નવવધૂ ચાર ફેરા ફરતા પહેલા આપ્યો પોતાનો કિંમતી મત અને લીંબડીમાં લગ્નના માંડવેથી સીધા જ મતદાન મથકે પહોંચ્યા નવવધૂ ચાર ફેરા ફરતા પહેલા જયશ્રીબેન મુકેશભાઈ મકવાણા એ આપ્યો પોતાનો કિંમતી મત
કહેવાય છે કે લોકશાહીમાં મતદાન એ સૌથી મોટું દાન અને અધિકાર છે. આ વાતને આજે લીંબડીના એક જાગૃત નાગરિક અને નવવધૂએ સાર્થક કરી બતાવી છે. લીંબડી શહેરના વોર્ડ નંબર 6 માં રહેતા જયશ્રીબેન મુકેશભાઈ મકવાણાએ આજે પોતાના લગ્નના દિવસે, શરણાઈઓના સૂર વચ્ચે પણ પોતાની નાગરિક તરીકેની ફરજને પ્રાધાન્ય આપ્યું હતું લગ્નના શણગાર સાથે પહોંચ્યા મતદાન મથક આજે જયશ્રીબેનના લગ્ન હોવા છતાં, લગ્નની વિધિઓ અને ચાર ફેરા ફરતા પહેલા તેઓ સોળ શણગાર સજીને સીધા જ લીંબડીની શાળા નંબર 10 ખાતેના મતદાન મથકે પહોંચ્યા હતા. એક બાજુ લગ્નનો હરખ અને બીજી બાજુ રાષ્ટ્ર પ્રત્યેની ફરજ જોઈને મતદાન મથક પર ઉપસ્થિત અન્ય મતદારો અને કર્મચારીઓ પણ પ્રભાવિત થયા હતા. "મતદાન એ આપણો અધિકાર અને ફરજ છે" મતદાન કર્યા બાદ જયશ્રીબેને ગર્વ સાથે જણાવ્યું હતું કે, "લગ્ન એ જીવનનો એક મહત્વનો પ્રસંગ છે, પરંતુ મતદાન એ આપણો બંધારણીય અધિકાર અને નૈતિક ફરજ છે. આપણા દેશના ભવિષ્ય માટે દરેક મત કિંમતી છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જો તેઓ લગ્નના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પણ સમય કાઢી શકતા હોય, તો દરેક નાગરિકે અચૂક મતદાન કરવું જોઈએ. અન્ય મતદારો માટે પ્રેરણા બનેલ નવવધૂના વેશમાં મતદાન કરવા આવેલા જયશ્રીબેન આજે સમગ્ર લીંબડી પંથકમાં આકર્ષણ અને પ્રેરણાનું કેન્દ્ર બન્યા હતા. તેમનો આ ઉત્સાહ એ તમામ લોકો માટે એક ઉદાહરણ છે જેઓ આળસ કે અન્ય કારણોસર મતદાન કરવાનું ટાળતા હોય છે.
અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી
.jpeg)



0 Comments