ઉંમરને મ્હાત આપતો લોકશાહી પ્રત્યેનો અતૂટ વિશ્વાસ સાથે લીંબડીમાં 95 વર્ષના માજી મોતીબેન રાજાભાઈ જાદવ એ કર્યું મતદાન ​

 ઉંમરને મ્હાત આપતો લોકશાહી પ્રત્યેનો અતૂટ વિશ્વાસ સાથે લીંબડીમાં 95 વર્ષના માજી મોતીબેન રાજાભાઈ જાદવ એ કર્યું મતદાન


​લોકશાહીના પર્વમાં જ્યારે યુવાનો ક્યારેક આળસ કરતા જોવા મળે છે, ત્યારે લીંબડીના એક વયોવૃદ્ધ માતાએ સૌની આંખો ઉઘાડી નાખતું ઉદાહરણ પૂરું પાડ્યું છે. લીંબડી શહેરના વોર્ડ નંબર 6 માં રહેતા 95 વર્ષના વૃદ્ધા મોતીબેન રાજાભાઈ જાદવ આજે વહેલી સવારે મતદાન કરવા પહોંચતા લોકશાહીના સાચા મધ્યાહ્ન જેવો માહોલ સર્જાયો હતો.

​શાળા નંબર 10 માં લોકશાહીનું સન્માન 95 વર્ષની પાકટ ઉંમરે પણ મતદાન કરવાનો અદમ્ય ઉત્સાહ ધરાવતા મોતીબેન જાદવ લીંબડીની શાળા નંબર 10 ખાતેના મતદાન મથકે પહોંચ્યા હતા. શારીરિક અશક્તિ હોવા છતાં, મનમાં મક્કમ નિર્ધાર સાથે તેઓ મતદાન મથકમાં પ્રવેશ્યા ત્યારે ત્યાં હાજર અન્ય મતદારોએ પણ આ વૃદ્ધાની જાગૃતિને વંદન કર્યા હતા. ​યુવા પેઢી માટે બન્યા પ્રેરણારૂપ દેશના હિત માટે મતદાન કરવું એ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે. ઉંમર ભલે વધી હોય પણ મતાધિકારનો ઉપયોગ કરવાની મારી ઈચ્છા હજુ પણ એટલી જ પ્રબળ છે. તેમણે આજના યુવા મતદારોને સંદેશ આપ્યો હતો કે લોકશાહીને મજબૂત બનાવવા માટે એક પણ મત વેડફાવો ન જોઈએ.

​વહીવટી તંત્ર અને લોકોમાં આકર્ષણ મતદાન મથકના કર્મચારીઓએ પણ 95 વર્ષના મોતીબેનને મતદાન કરવામાં સહયોગ આપ્યો હતો. લગ્નના શણગારમાં આવેલી નવવધૂ બાદ હવે 95 વર્ષના વયોવૃદ્ધ માતાએ મતદાન કરતા આજે લીંબડીમાં લોકશાહીનો સાચો ઉત્સવ જોવા મળ્યો હતો.

અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી 


Post a Comment

0 Comments