લીંબડી તાલુકા સેવા સદનની મુલાકાતે જિલ્લા કલેક્ટર શ્રી જી.એચ. સોલંકી: લોકાભિમુખ વહીવટની પ્રાથમિકતા પર મૂક્યો ભાર

જનસેવા કેન્દ્રના અરજદારો સાથે પ્રત્યક્ષ સંવાદ કર્યો; સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ની પૂર્વ તૈયારીઓ અંગે માર્ગદર્શન આપ્યું

આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રી જી.એચ. સોલંકીએ લીંબડી તાલુકા સેવા સદન ખાતે કાર્યરત જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ત્યાં ઉપસ્થિત અરજદારો સાથે આત્મીયતાપૂર્વક સંવાદ કર્યો હતો અને તેમને મળતી સેવાઓ તથા કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય છે કે કેમ, તે અંગે સીધો પ્રતિભાવ મેળવ્યો હતો. વહીવટી પારદર્શિતા અને લોકાભિમુખ વહીવટના અભિગમ સાથે તેમણે અરજદારોના પ્રશ્નો સાંભળ્યા હતા. તદુપરાંત, કલેક્ટરશ્રીએ આગામી વર્ષ ૨૦૨૬માં યોજાનારી લીંબડી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓની પૂર્વ તૈયારીઓ અંગે પણ સમીક્ષા કરી હતી. સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીઓ સાથેની બેઠકમાં તેમણે ચૂંટણી પ્રક્રિયા સુચારુ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જરૂરી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી ઉપસ્થિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી 

Post a Comment

0 Comments