લીંબડી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો: 28 માંથી 27 બેઠકો કબજે કરેલ છે તેમજ વોર્ડ નંબર ૫ (પાંચ) માં કોંગ્રસ મહિલા પર ભવ્ય વિજય અને લીંબડી નગર પાલિકા માં ફરી એક વખત ભાજપ નું શાશન

 લીંબડી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો: 28 માંથી 27 બેઠકો  કબજે કરેલ છે તેમજ  વોર્ડ નંબર ૫ (પાંચ) માં કોંગ્રસ મહિલા પર ભવ્ય વિજય અને લીંબડી નગર પાલિકા માં ફરી એક વખત ભાજપ નું શાશન 




લોક લાડીલા ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ નવયુવાન અને વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા

​લીંબડીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત લીંબડી નગરપાલિકાના કુલ 7 બોર્ડની 28 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થતા ભાજપનો ભવ્ય વિજય થયો છે. નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીના 27 ઉમેદવારોએ જવલંત સફળતા મેળવી છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 1 મહિલા ઉમેદવારની બેઠક આવી છે. ચૂંટણીના પરિણામો જાહેર થતા જ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઐતિહાસિક જીત બાદ લીંબડી વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ તમામ વિજેતા ઉમેદવારોને રૂબરૂ મળી તેમજ ટેલિફોનિક માધ્યમથી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય  કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, "આ વિજય એ જનતાનો ભાજપની વિકાસની રાજનીતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસનો પ્રતિક છે. લીંબડી નગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે ભાજપની ટીમ કટિબદ્ધ રહેશે." ​નગરપાલિકામાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવતા આગામી સમયમાં શહેરના વિકાસકામોને વધુ વેગ મળશે તેવી આશા શહેરના નાગરિકો રાખી રહ્યા છે. વિજેતા ઉમેદવારોના સમર્થકો દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો અને મોં મીઠા કરાવી ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.

અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી 


Post a Comment

0 Comments