61-લીંબડી વિધાનસભા અંતર્ગત લીંબડી, ચુડા અને સાયલા તાલુકાની આગામી સમયમાં સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયામાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ સાથે જોવા મળ્યા
આગામી સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 61-લીંબડી વિધાનસભા બેઠક હેઠળ આવતા લીંબડી, ચુડા અને સાયલા તાલુકાઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે આજે લીંબડીની હોમિયોપેથીક કોલેજ ખાતે જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, લીંબડી નગરપાલિકા, માટે ‘સેન્સ’ લેવાની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ભાજપના પક્ષ ત્રણ નિરીક્ષકો દ્વારા સ્થાનિક કાર્યકરો અને આગેવાનોનો મિજાજ પારખવામાં આવ્યો હતો. કાર્યકરોનો અભૂતપૂર્વ ઉત્સાહ લીંબડી ખાતે યોજાયેલી આ સેન્સ પ્રક્રિયામાં ભાજપના પાયાના કાર્યકરોથી લઈને મોવડી મંડળ સુધીના તમામ સભ્યો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, લીંબડી નગરપાલિકા માટેની લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારોએ પોતપોતાની બાયોડેટા સાથે નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરી હતી. કાર્યકરોમાં જોવા મળતો આ ઉત્સાહ આગામી ચૂંટણીમાં ભાજપના વિજય વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે. લોકશાહી ઢબે પસંદગી પ્રક્રિયા પક્ષ દ્વારા નિમાયેલ નિરીક્ષકો ડો. જાનકીબેન આચાર્ય, અમૃતભાઈ દવે, ડો. હેમરાજભાઈ રાણા દ્વારા દરેક તાલુકા લીંબડી, ચુડા, સાયલા ગ્રામ્યની તેમજ લીંબડી નગરપાલિકા માટેની અલગ-અલગ બેઠકો યોજીને કાર્યકરોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. ભાજપ પક્ષના શિસ્તબદ્ધ માળખા મુજબ, લાયક અને પાયાના કાર્યકરને ન્યાય મળે તે હેતુથી આ પારદર્શક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બેઠકના મુખ્ય અંશો: સંગઠન શક્તિનું પ્રદર્શન ત્રણેય તાલુકાના સંગઠનના હોદ્દેદારોએ એક જુથ થઈને પક્ષના વિજય માટે સંકલ્પ કર્યો દાવેદારોની રજૂઆત યુવા અને અનુભવી એમ બંને પેઢીના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ઉમેદવારી નોંધાવી. શિસ્ત અને સમર્પણ: સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાર્યકરોમાં પક્ષ પ્રત્યેની વફાદારી અને શિસ્ત જોવા મળી હતી. આગામી દિવસોમાં આ સેન્સ પ્રક્રિયાનો અહેવાલ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે, જેના આધારે પક્ષ દ્વારા આખરી ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવશે. આજની આ બેઠકે સાબિત કરી દીધું છે કે લીંબડી વિધાનસભા વિસ્તારમાં ભાજપનું સંગઠન સંપૂર્ણપણે સજ્જ છે અને ‘સ્વરાજ્ય’ની આ જંગમાં ભવ્ય વિજય મેળવવા માટે લીંબડીના લોક લાડીલા ધારસભ્ય કિરીટસિંહ રાણા, પૂર્વ ચેરમેન શંકરલાલ દલવાડી, પૂર્વ ચેરમેન બબાભાઈ ભરવાડ, લીંબડી તાલુકા ભાજપ આગેવાન ભગીરથસિંહ રાણા દ્વારા વિશ્વાસ વ્યક્ત કરેલ હતો.
અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી.
મો. ૯૯૨૫૫ ૯૧૩૬૬

.jpeg)
.jpeg)

.jpeg)
.jpeg)


0 Comments