લીંબડી તાલુકાના રળોલ. ગેડી, કટારીયા, જાખણ, ચોરણીયા, બોડીયા, રાસ્કા, ઉઘલ, બોરણા, લીયાદ ના શક્તિ કેન્દ્રો ઉપર ભાજપના સંયોજક સાથે આગામી સ્વરાજ્ય ની ચુંટણી અંગે વિસ્તુત ચર્ચા
લીંબડી તાલુકાના શક્તિ કેન્દ્રોના પરિચય પ્રવાસ અંતર્ગત લીંબડી તાલુકા પ્રભારી શ્રીમતી ભારતીબેન ખોખાણી તેમજ પ્રભારી શંકરભાઈ દલવાડીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
લીંબડી તાલુકાના શક્તિ કેન્દ્રોના પરિચય પ્રવાસ અંતર્ગત લીંબડી તાલુકા પ્રભારી શ્રીમતી ભારતીબેન ખોખાણી તેમજ પ્રભારી શંકરભાઈ દલવાડીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે લીંબડી તાલુકા ભાજપ પ્રમુખ વનરાજભાઈ રોજાસરા, મહામંત્રી ગોવિંદભાઈ લકુમ, ઉપ પ્રમુખ પરાક્રમસિંહ રૈવર તથા મંત્રી અજયભાઈ સુરેલા શિયાણી સીટના સ્થાનિક ઇન્ચાર્જ વિક્રમભાઈ વડેખણીયા, જિલ્લા પંચાયતના સદસ્ય લાલજીભાઈ કમેજળીયા તથા રાસ્કા તાલુકા પંચાયત સીટના સદસ્ય કિરીટસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.ગામ બોરાણા, રાસ્કા અને નાના ટીંબલા શક્તિ કેન્દ્રોના સંયોજકો રામજીભાઈ સોલંકી અને બાબભા ગઢવી તથા અરવિંદભાઇ પટેલ તથા બુથ પ્રમુખશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી આગામી આયોજન અને સંગઠન મજબૂત બનાવવા માટે માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા.
અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી

0 Comments