લીંબડીમાં આરોગ્ય ક્ષેત્રે છેલ્લા ત્રણ વર્ષ થી કાર્યરાત 'નીલકંઠ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ'
લીંબડી શહેર અને પંથકની જનતાને હવે ૨૪ કલાક વ્યાજબી દરે મળશે શ્રેષ્ઠ સારવાર
આ પ્રસંગે મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના ચેરમેન લાલાભાઈ પટેલે જણાવ્યું હતું કે, "અમારો હેતુ લીંબડીની જનતાને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ પોતાના જ શહેરમાં પૂરી પાડવાનો છે. આધુનિક સાધનો અને અનુભવી ડોક્ટરોની ટીમ સાથે અમે દર્દીઓની સેવામાં ૨૪ કલાક તત્પર રહીશું." ઉદ્ઘાટન પ્રસંગે આવેલા તમામ મહાનુભાવોએ હોસ્પિટલના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા અને આ સુવિધા લીંબડી માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ માં લીંબડી મોટા મંદિર મહંત લાલદાસજી બાપુ, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પૂર્વ ચેરમેન પ્રકાશભાઈ સોની, પૂર્વ ચેરમેન શંકરલાલ દલવાડી, નીલકંઠ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ચેરમેન લાલાભાઈ પટેલ, પૂર્વ ચેરમેન તાલુકા પંચાયત હરપાલસિંહ રાણા, લીંબડી નગરપાલિકા પૂર્વ પ્રમુખ રઘુભાઈ પટેલ, લીંબડી તાલુકા ભાજપ પ્રમુખ વનરાજ ભાઈ રોજાસરા, લીંબડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઇ ચાવડા, બીપીનભાઈ પટેલ, વિજયસિંહ ઝાલા, યશવંતસિંહ પરમાર, પ્રવિણ ભાઈ પટેલ, તેમજ લીંબડી નગરપાલિકા માં નવ નિયુક્ત ચૂંટાયેલા કોર્પોરેટર, તાલુકા પંચાયતના સદસ્ય, લીંબડીના વેપારીઓ, તથા લીંબડી શહેરના દરેક સમાજના ભાઈ બહેનો, અને નીલકંઠ હોસ્પિટલ ના તમામ ડોક્ટરો, કર્મચારી, સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી



.jpeg)
.jpeg)



0 Comments