ગુજરાત સ્થાપના દિવસની સેવાભાવી ઉજવણી: લીંબડી જનસેવા કેન્દ્ર ખાતે અરજદારોને સ્થળ પર જ દાખલા અપાયા

 ગુજરાત સ્થાપના દિવસની સેવાભાવી ઉજવણી અંતગર્ત  લીંબડી જનસેવા કેન્દ્ર ખાતે અરજદારોને સ્થળ પર જ દાખલા અપાયા







ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની 'સેવા દિવસ' તરીકેની ઉજવણીના ભાગરૂપે લીંબડી મામલતદાર કચેરી ખાતે જનસેવાને સમર્પિત વિશેષ સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવી સામાન્ય જનતાને હાલાકી ન પડે તે હેતુથી, પ્રાંત અધિકારી  કુલદીપ દેસાઈ, લીંબડી મામલતદાર એન. જે. સુમરા, નાયબ મામલતદાર હરપાલસિંહ ડોડીયા, નાયબ મામલતદાર રજનીભાઈ પરમાર ની પ્રેરક ઉપસ્થિતિમાં અરજદારોને જરૂરી દાખલાઓ તત્કાલિક મળી રહે તેવી સરાહનીય વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજ્ય સ્થાપના પર્વ નિમિત્તે મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે આવતા નાગરિકોના વિવિધ પ્રશ્નો અને અરજીઓનું સ્થળ પર જ નિરાકરણ આવે તેવો અભિગમ અપનાવવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારી  કુલદીપ દેસાઈએ રૂબરૂ હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને અરજદારોને સમયસર પ્રમાણપત્રો તેમજ દાખલાઓ મળી રહે તે માટે સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વહીવટી તંત્રની આ તત્પરતાને કારણે અનેક નાગરિકોએ રાહતનો અનુભવ કર્યો હતો.વધતી જતી ગરમીના પ્રકોપને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા માનવીય અભિગમ પણ દાખવવામાં આવ્યો હતો. જનસેવા કેન્દ્ર પર પોતાના કામકાજ અર્થે આવેલા અરજદારો અને નાગરિકોને ગરમીથી રાહત મળે તે માટે ઠંડી છાશના વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે અધિકારીશ્રીઓ અને કચેરીના સ્ટાફ દ્વારા ઉપસ્થિત સૌ કોઈને છાશ પીવડાવી આતિથ્ય સત્કાર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મામલતદારશ્રી સહિત કચેરીના તમામ કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી 

Post a Comment

0 Comments