આજરોજ સ્વ. રાયધનસિંહ ઝાલાની દીકરીના લગ્ન પ્રસંગે ચાર્લી કંપનીના નિવૃત્ત જવાનો તથા 19મી બટાલિયનમાંથી સુબેદાર પ્રવીણકુમાર હવાલદાર રઘુવીર સિંહ જાડેજા સહિત અન્ય ત્રણ સૈનિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ચાર્લી કંપનીના 30 થી વધુ નિવૃત્ત જવાનો એકત્રિત થઈ પિતાની ભૂમિકા અદા કરી, દીકરીના લગ્ન પ્રસંગને યાદગાર અને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો.
આ પ્રસંગે સૈનિકોએ માત્ર સામાજિક ફરજ જ નથી નિભાવી, પરંતુ ભારતીય સેનાની એકતા, ભાઈચારો અને માનવતાના મૂલ્યોને સમાજ સમક્ષ જીવંત ઉદાહરણરૂપ રજૂ કર્યા હતા. કચ્છ અને સૌરાષ્ટ્ર (K & S) ના નામથી ઓળખાતી આ ચાર્લી કંપનીમાં કચ્છ, સૌરાષ્ટ્ર ઉપરાંત સમગ્ર ગુજરાતના અનેક જવાનો ફરજ બજાવી રહ્યા છે અને એટલાં જ ગૌરવપૂર્ણ રીતે નિવૃત્ત પણ થયેલ છે.
ચાર્લી કંપનીના આ પગલાંથી સાબિત થાય છે કે ભારતીય સેનાની સેવા માત્ર સરહદ સુધી સીમિત નથી, પરંતુ સેના પરિવાર પોતાના સહયોગીઓના પરિવાર માટે હંમેશા ઢાલ બનીને ઉભો રહે છે.
દીપકસિંહ વાઘેલા, લીંબડી.
મો. ૯૯૨૫૫ ૯૧૩૬૬



.jpeg)
.jpeg)
0 Comments