રાજ્યસભા સાંસદ અને વાંકાનેર સ્ટેટ શ્રી કેસરીદેવસિંહજી દિગ્વિજયસિંહજી ઝાલા લીંબડી ખાતે આજરોજ માનનીય કિરીટસિંહ રાણા સાહેબ ની કાર્યાલયે વ્યવહારિક કામથી ઉપસ્થિત રહ્યા હતા ત્યારે લીંબડી શહેર ક્ષત્રિય સમાજ કમિટી દ્વારા માનનીય સાંસદશ્રીનું પાઘડી પહેરાવી, સાલ, ઓઢાડી, શ્રી હરપાલદાદા તથા માતાજીનો ફોટો અને તલવાર અર્પણ કરીને સાંસદ શ્રી નું લીંબડી શહેર ક્ષત્રિય સમાજ કમિટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને ક્ષત્રિય સમાજ દ્વારા કિરીટસિંહ રાણા સાહેબ ને સમાજ વાડી માં રીનોવેશન કરવા નું હોય સમાજ વાડી માં ગ્રાન્ટ ફાળવવા માનનીય સાંસદ શ્રી કેસરીદેવસિંહ ને જાણ કરો આપ એવું કહ્યું હતું જયારે આપડા ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ દ્વારા તુરંતજ માન. સાંસદ શ્રી કેસરીદેવસિંહજી બાપુને લીંબડી રાજપૂત સમાજની વાડી માટે ગ્રાન્ટ ફાળવવા માટેની મૌખિક રજૂઆત કરેલ હતી ત્યારે માન.શ્રી કેસરીદેવસિંહ ઝાલા બાપુ એ તુરંતજ લીંબડી રાજપૂત સમાજની વાડી ની સ્થળ ઉપર મુલાકાત લીધેલ હતી
અને માન. સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલા બાપુ એ તુરંતજ તેમની ગ્રાન્ટ માંથી રૂપિયા ૩૦ લાખ લીંબડી સમાજ વાડી માં આપવાની સ્થળ ઉપર જ જાહેર કરવામાં આવેલ હતી. લીંબડી શહેર ક્ષત્રિય સમાજ દ્વારા સમાજ વાડી માં અનુદાન આપવા બદલ માન.સાંસદશ્રી કેસરીદેવસિંહજીબાપુ તેમજ ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ નો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે..
અહેવાલ : દીપકસિંહ વાઘેલા, લીંબડી

.jpeg)
.jpeg)
.jpeg)
0 Comments