લીંબડી એસ.ટી. ડેપો માં તેમજ તમામ બસોમાં પણ ગંદકી કરનાર પર નજર રખાશે..

 લીંબડી એસ.ટી. ડેપો માં તેમજ તમામ બસોમાં પણ ગંદકી કરનાર પર નજર રખાશે..

લીંબડી એસ.ટી.ડેપોમાં ગંદકી કરનાર કોઇપણ વ્યક્તિની સામે દંડનાત્મક કાર્યવાહી કરાશે.


સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત લીંબડી એસ.ટી. ડેપો દ્વાર લેવામાં આવ્યો કડક માં કડક નિર્ણય.

રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અન્વયે રાજ્યભરના એસ.ટી. બસ ડેપોને પણ આવરી લેવામાં આવ્યા છે. એસ.ટી. બસ ડેપોમાં ગંદકી કરનાર તત્વો સામે હવે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે લીંબડી એસ. ટી. ડેપો પરિસર તેમજ તમામ બસોમાં ગંદકી ફેલાવતા તત્વો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. લીંબડી એસ.ટી.ડેપોની બસ માં પણ ગંદકી ફેલાવનારા તત્વો સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવનાર છે. રાજ્ય સરકાર અને

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનને સાર્થક બનાવવાના હેતુસર લીંબડી એસ.ટી. ડેપો એ મહત્વપૂર્ણ અને કડક પગલું ભર્યું છે. લીંબડી  ડેપો મેનેજર એમ.એન.મહંત ના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અન્વયે ડેપો પરિસર તેમજ બસોમાં ગંદકી ફેલાવતા તત્વો સામે હવે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેઓએ આ બાબતે વધુમાં જણાવ્યું હતું. કે લીંબડી એસ. ટી. બસ સ્ટેશન અને ડેપો પરિસર કે બસની અંદર ગમે તેમ કચરો ફેંકનારાઓ તેમજ પાન મસાલાની પિચકારીઓ મારનારાઓ કે અન્ય રીતે ગંદકી ફેલાવનારાઓને હવે બક્ષવામાં નહી આવે. આવા તત્વો સામે તરત જ દંડ વસુલ કરવાની કામગીરી અમલમાં મુકવામાં આવી છે અને પ્રશાસન દ્વારા પણ મુસાફરોને સ્પષ્ટ સુચનાઓ આપવામાં આવી છે કે દરેક વ્યક્તિએ પોતાનો કચરો માત્ર નિયત કરેલી કચરાપેટીમાં જ નાખવો અને જો કોઈ મુસાફર અથવા અન્ય વ્યકિત ડેપો ના ગ્રાઉન્ડમાં કે પછી બસની અંદર ગંદકી કરનાર ને ઝડપી લેવામાં આવશે અને તેની સામે કડક ઠંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે

દીપકસિંહ વાઘેલા, લીંબડી

Post a Comment

0 Comments