ચૂડાના ગોખરવાળા ખાતે આવેલ ખેતરોની ઉપર પીજીવીસીએલ વીજ પુરવઠાની હેવી લાઇન પસાર થતી હોવાથી તેમાં બંને વાયરો ટચ થતા વાયરો માં લાગ્યા શોર્ટ સર્કિટ ના કારણે બને વાયરો ભેગા થઈને સળગ્યા હતા અને ત્રણ જેટલા ખેડૂતોએ ઘઉં એકઠા કરીને રાખવામાં આવેલ હતા તે બળીને ખાખ થઈ જવા પામેલ છે
પ્રાથમિક તપાસ કરતા જાણવા મળેલ છે કે ગોખર વાળા ગામ ખેડૂત અબ્દુલભાઈ ઇસ્માઇલભાઇ તેમજ કાળુભાઈ માધાભાઇ તથા રમેશભાઈ જીવણભાઈ ના ખેતરો માં હેવી લાઇન પસાર થાય છે ત્યાંની ટપકથી પાક પણ સળગી જવાથી ખાખ થઈ જવા પામેલ છે.ખેડૂતોને આશરે રૂપિયા બે લાખથી વધુ નુકશાન વેઠવાનો પણ વારો આવેલ છે...આ હેવી લાઇન નીકળેલ જેના કારણે વાયરો માં શોર્ટ સર્કિટ થયેલ હતા તેના તિખારા નીચે પડી જવા પામેલ તો કોણ જવાબદાર અને વાયરો શોર્ટ સર્કિટ ના કારણે તિખારા નીચે પડતા તેના લીધે ખેડૂતો ના પાક ઘઉં બળી ગયેલ છે તો શું પી.જી.વી. એલ આ નુકશાન નું વળતર ચૂકવશે ખરૂ ?? આ એક સવાલ ઊભા થવા પામેલ છે...હાલમાં પી.જી.વીસી.એલ. અધિકારી તથા સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યા હતા તપાસ કરી રહીય છે કે આ વાયરો માં શોટ સર્કીટ કેવી રીતે લાગી છે.
દિપકસિંહ વાઘેલા, લીંબડી રીપોટર



.jpeg)


.jpeg)
.jpeg)
0 Comments