ચૂડાના ગોખરવાળા ખાતે આવેલ ખેતરોની ઉપર પીજીવીસીએલ વીજ પુરવઠાની લાઇન પસાર થતી હોવાથી તેમાં બંને વાયરો ટચ થતા વાયરો માં લાગ્યા શોર્ટ સર્કિટ ના કારણે બને વાયરો ભેગા થઈને સળગ્યા હતા અને ત્રણ જેટલા ખેડૂતોએ ઘઉં એકઠા કરીને રાખવામાં આવેલ હતા તે બળીને ખાખ થઈ જવા પામેલ છે
ગોખર વાળા ગામ ખેડૂત અબ્દુલભાઈ ઇસ્માઇલભાઇ તેમજ કાળુભાઈ માધાભાઇ તથા રમેશભાઈ જીવણભાઈ ના ઘઉં ખેતર માં પડેલ હતા ત્યારે PGVCL ની લાઇન પસાર થાય છે ત્યાંની ટપકથી પાક પણ સળગી જવાથી સંપૂર્ણ ખાખ થઈ જવા પામેલ છે. ખેડૂતો ને આશરે બે લાખથી વધુ નુકશાન વેઠવાનો વારો આવેલ છે...આ હેવી લાઇન નીકળેલ જેના કારણે વાયરો માં શોર્ટ સર્કિટ થયેલ હતા તેના તિખારા નીચે પડી જવા પામેલ હતા અને PGVCL ના વાયરો શોર્ટ સર્કિટ ના કારણે તિખારા નીચે પડતા તેના લીધે ખેડૂતો ના પાક ઘઉં બળી ગયેલ છે તો શું PGVCL આ નુકશાન નું વળતર ચૂકવશે ખરૂ આ એક સવાલ ઊભા થવા પામેલ છે...હાલ માં PGVCL અધિકારીઓ ઘટના સ્થળે પહોચેલ હતા અને કે આ શોર્ટ સર્કીટ કેવી બનેલ તપાસ શરુ કરવામાં આવેલ છે
દિપકસિંહ વાઘેલા, લીંબડી
.jpeg)
.jpeg)


.jpeg)



0 Comments