લીંબડી શહેરના ગ્રીનચોક ખાતે લીંબડી નગરપાલિકા દ્વારા શહેરના લોકોની સુવિધાઓ પ્રાધાન્ય આપવામાં આવ્યું

 લીંબડી શહેરના ગ્રીનચોક ખાતે લીંબડી નગરપાલિકા દ્વારા શહેરના લોકોની સુવિધાઓ માટે વધુ ને વધુ મળે તે માટે લીંબડી નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન તેમજ વોર્ડ નં. 7 (સાત) ના સક્રિય સદસ્ય મનુભાઈ જોગરાણા ના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી કામીગીરી 




  લીંબડી શહેરના ગ્રીનચોક ખાતે લીંબડી નગરપાલિકા દ્વારા શહેરના લોકોની સુવિધાઓ માટે વધુ ને વધુ મળી રહે તે માટે કરવામાં આવી કામીગીરી  અને લીંબડી શહેરના હાર્દ સમાન ગ્રીનચોક ખાતે આવેલ જશવતસિંહજીબાપુ ના સ્ટેચ્યુ પરિસરમાં નાગરિક સુવિધા વધારવા માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે.  જેમાં લીંબડી નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન તેમજ વોર્ડ નં. 7ના સક્રિય સભ્ય મનુભાઈ જોગરાણા ના માર્ગદર્શન હેઠળ લીંબડી નગરપાલિકા દ્વારા લાઇટના થાંભલા પર નવી લાઇટો સ્થાપિત કરવામાં આવી છે. લીંબડી નગરપાલિકાની આ કામગીરીથી ગ્રીનચોક વિસ્તારમાં રાત્રિના સમયે પ્રકાશ વ્યવસ્થા વધુ મજબૂત બનશે, જેનાથી સ્થાનિક નાગરિકો અને પસાર થતા લોકોને સુરક્ષા અને સુવિધામાં વધારો થશે. ગ્રીનચોક શહેરનું મુખ્ય કેન્દ્ર હોવાથી અહીં દિવસભર અવરજવર રહેતી હોય છે, ત્યારે આ પ્રકારની સુવિધા અત્યંત ઉપયોગી સાબિત થશે. સ્થાનિક લોકો દ્વારા આ લીંબડી નગરપાલિકા ની કામગીરીને વધાવી લેવામાં આવી છે .


અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી 

Post a Comment

0 Comments