સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ધૂળેટીના તહેવારની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક (SP) પ્રેમસુખ ડેલૂ (IPS) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય ફાળવીને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ગુલાલ અને રંગોથી હોળી રમી હતી. પોલીસ વડાએ તમામ કર્મચારીઓને તહેવારની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, પોલીસ હંમેશા લોકોની રક્ષા માટે તહેવારોમાં પણ કાર્યરત હોય છે, ત્યારે આવા આયોજનોથી કર્મચારીઓનો ઉત્સાહ વધે છે અને એક પારિવારિક માહોલ સર્જાય છે. આ ઉજવણીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધીના તમામ કર્મચારીઓએ હર્ષોલ્લાસ સાથે સહભાગી બન્યા હતા. રંગોના આ ઉત્સવે પોલીસ બેડામાં નવી ઉર્જા અને એકતાનો સંદેશ આપ્યો હતો.

.jpeg)

0 Comments