લીંબડીના બોરણા ગામે કોળી - ઠાકોર સમાજ ના ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજાયો
લીંબડી તાલુકાના બોરણા ગામ કોળી ઠાકોર સમાજના સંયુક્ત ઉપક્રમે ભાજપના નવનિયુક્ત હોદેદારોનો સન્માન યોજાયો હતો
આ પ્રસંગે પુર્વ કેબિનેટ મંત્રી અને લીંબડી ધારાસભ્ય ધારાસભ્ય કિરીટસિંહ રાણા ના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલ. જયારે દરેક સમાજ ને સાથે લઈને ચાલનાર લીંબડી ના લોક લાડીલા ધારાસભ્ય કિરીટસિંહ રાણા જણાવેલ હતું કે ટૂંક સમયમાં આવનારી સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ પક્ષમાંથી જે કોઈએ ઉમેદવાર નોંધાવી હોય અને કોઇપણ સમાજના વ્યક્તિ હોય તો પણ તેમને જીત આપવાવા માટે ગ્રામ્ય જનોને અપીલ પણ કરી હતી. જ્યારે સન્માન સમારોહ કાર્યક્રમ માં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ ડો. પ્રકાશભાઈ કોરડીયા, જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ મકવાણા, પ્રમુખ કિશાન મોરચા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ અનિલભાઈ દેત્રોજા,રમેશભાઇ ઉઘરેજા, મહામંત્રી બક્ષીપંચ મોરચો જિલ્લા ભાજપ, અમૃતાબેન મેટાલીયા મહામંત્રી મહિલા મોરચા, બાબુભાઈ મિઠાપરા પ્રભારી થાનગઢ તાલુકા ભાજપ લાલજીભાઈ કમેજળીયા સદસ્ય જિલ્લા પંચાયત, વનરાજભાઇ રોજાસરા પ્રમુખ લીંબડી તાલુકા ભાજપ, લક્ષ્મણભાઈ પરાલીયા, દિલિપભાઇ ઠાકોર, વાઘજીભાઇ ચૌહાણ, રામસંગભાઇ ઝાંપડીયા, ઘનશ્યામભાઇ ઝાંપડીયા
શંકરભાઈ પરાલીયા, વિક્રમભાઈ વડેખાણીયા, લીંબડી ઠાકોર સમાજ પ્રમુખ દિલીપભાઈ ડણીયા, ભરતભાઈ પરલીયા, તેમજ જિલ્લા, તાલુકાના ભાજપના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો, લીંબડી તાલુકામાંથી પધારેલ કોળી-ઠાકોર સમાજ આગેવાનો, બોરણા ગામ સહિતના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ..તેમજ સફળ સંચાલન સમસ્ત બોરણા ગામના કોળી ઠાકોર સમાજ આગેવાનો યુવાનો સંજયભાઈ મેર દ્વારા કરવામાં આવેલ અને સમગ્ર કાર્યક્રમ માં લીંબડીના કેતનભાઈ વ્યાસે પોતાની આગવી શૈલીની વાણીથી એન્કરિંગ કરીને સૌ ભાજપ અને લોકોના દિલ જીતી લીધા હતા...
રિપોર્ટર દિપકસિંહ વાઘેલા, લીંબડી
મો. ૯૯૨૫૫ ૯૧૩૬૬
.jpeg)

.jpeg)

.jpeg)

.jpeg)
.jpeg)
.jpeg)
0 Comments