લીંબડીના રાણાગઢ ગામે PMMSY યોજના હેઠળ લાભાર્થીઓને આઈસ પેટી સાથેની બાઈકનું વિતરણ કરાયું

 લીંબડી તાલુકાના રાણાગઢ ગામ ખાતે PMMSY યોજના હેઠળ લાભાર્થીઓને આઈસ પેટી સાથેની કરવામાં આવ્યું બાઈકનું વિતરણ 





ભારત સરકારની PMMSY (પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના) અંતર્ગત મત્સ્ય પાલન સાથે જોડાયેલા શ્રમિકો અને લાભાર્થીઓને આર્થિક રીતે સધ્ધર બનાવવાના ઉમદા હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાણાગઢ ગામે વાહન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ ૨૦ આઈસ પેટી સાથેની બાઈકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ આ પ્રસંગે રાણાગઢ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રામભાઇ, ઉપસરપંચ રામભાઇ, તેમજ નાનીકઠેચી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ  વાલજીભાઇ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ડોક્ટર યાસિનભાઇ, ટપુભાઈ, અને જિલ્લા યુવા કોળી સમાજના ઉપપ્રમુખ વિજયભાઈએ  ઉપસ્થિત રહીને  લાભાર્થીઓનો ખુબજ  ઉત્સાહ વધાર્યો હતો. જયારે આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગરમાં આવેલ ગણેશ ઓટો કેરના માલિક અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો જોડાયા હતા. સરકાર અને તંત્રનો આભાર યોજનાનો લાભ મેળવનાર લાભાર્થી હિંમતભાઇ (ચૌધરી) એ સરકારની આ કલ્યાણકારી યોજના બદલ લાગણી વ્યક્ત કર્યો હતો. તેમણે આ સહાય બદલ સરકાર શ્રી, સંબંધિત અધિકારી શ્રીઓ તથા રાણાગઢ ગ્રામ પંચાયતનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. યોજનાનો ઉદ્દેશ્ય આ વિતરણનો મુખ્ય હેતુ મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો પોતાની પેદાશને બગડતી અટકાવી ઝડપથી બજાર સુધી પહોંચાડી શકે અને તેમની આવકમાં વધારો થાય તેવો છે. આધુનિક સાધનો મળવાથી સ્થાનિક યુવાનોમાં પણ રોજગારીની નવી તકો ઉભી થશે.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી 

Post a Comment

0 Comments