ગઈ તા. ૨૬/૦૨/૨૦૨૬ થી ૧૮/૦૩/૨૦૨૬ સુધી શ્રીમતી ધનકુંવરબા ક્ષત્રિય કન્યા ગુરુકુળની દિકરીબાઓને સંસ્થાથી પરીક્ષા સ્થળ સુધી લાવવા લઈ જવા માટે નીશુલક સમયસર પહોચાડીને માનવતા ઉદાહરણ પુરૂ પાડતા ચુડા તાલુકાના ગામના વતની ક્ષત્રિય સમાજ ના વડીલ શ્રી મહાવીરસિંહ બનુભા ઝાલા

આપના અમુલ્ય સમયનુ યોગદાન આપી નિ:શુલ્ક (વળતર વગર) જે સેવા પ્રદાન કરી છે.તે બદલ આ સંસ્થા આપનો હૃદય થી આભાર માને છે આપે સમાજને નવો રાહ ચિંધ્યો છે, કે ક્ષત્રિય સમાજના ઉપયોગી કામમા વ્યક્તિ જેટલો ધનથી ઉપયોગી થઈ શકે એટલોજ શ્રમ અને સમય થી પણ થઈ શકે છે. આથી તેમનું શ્રીમતી ધનકુંવરબા નારૂભા ઝાલા (બોડીવાળા) ના પ્રમુખશ્રી, ટ્રસ્ટીગણ તથા કારોબારી સરદસ્યશ્રીઓ દ્વારા સાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી ને સન્માન કરવામાં આવેલ તેમજ ક્ષત્રિય કન્યા ગુરૂકુળ - લીંબડીઆપની તથા આપના પરિવારની જીવન યાત્રા નિરામય, સુખમય અને શાંતિપૂર્ણ પસાર થાય એજ પ્રાર્થના કરેલ 

અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી

Post a Comment

0 Comments