લીંબડી નગર પાલિકા ની ચુંટણી ૨૬ એપ્રિલ , ૨૦૨૬ ના રોજ યોજાવવાની છે ત્યારે હર ઘર સંપર્ક અભિયાન' અંતર્ગત વોર્ડ નંબર-૧ માં કાર્યકરો દ્વારા પત્રિકા વિતરણ કાર્યક્રમ યોજાયો ​

 લીંબડી નગરપાલિકા ની ચુંટણી ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ યોજાવવાની છે ત્યારે હર ઘર સંપર્ક અભિયાન' અંતર્ગત વોર્ડ નંબર-૧ માં કાર્યકરો દ્વારા પત્રિકા વિતરણ કાર્યક્રમ યોજાયો






આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત 'હર ઘર સંપર્ક અભિયાન' અંતર્ગત લીંબડી શહેરના વોર્ડ નંબર-૧ માં વિવિધ બૂથ સ્તરે જનસંપર્ક અને પત્રિકા વિતરણનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો.

​આ અભિયાનનો મુખ્ય હેતુ સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અને સિદ્ધિઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો છે. વોર્ડ નંબર-૧ ના વિવિધ વિસ્તારોમાં કાર્યકરો અને આગેવાનો દ્વારા રૂબરૂ મુલાકાત લઈ નાગરિકોને પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર-૧, વિવિધ બૂથ વિસ્તાર, લીંબડી શહેરમાં સરકારની કામગીરીની માહિતી ધરાવતી પત્રિકાઓનું વિતરણ અને લોકસંપર્ક કરવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં વોર્ડના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ, બૂથ પ્રમુખશ્રીઓ, પેજ સમિતિના સભ્યો તેમજ પૂર્વ સભ્ય હરદીપસિંહ રાણા, વિજયભાઈ મકવાણા, યુવરાજસિંહ રાણા સહિત મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો જોડાયા હતા. સંપર્ક દરમિયાન સ્થાનિક રહિશો સાથે સંવાદ સાધવામાં આવ્યો હતો અને તેમને સરકારની યોજનાઓનો લાભ લેવા અંગે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. વોર્ડ નંબર-૧ ના રહીશોએ પણ આ અભિયાનને ઉમળકાભેર આવકાર આપ્યો હતો.


અહેવાલ :   દિપકસિંહ વાઘેલા, લીંબડી

Post a Comment

0 Comments