લખતર તાલુકાના તાવી ગામના ક્ષત્રિય સમાજના યુવાન રણવીર સિંહ કિરતસિંહ રાણા ની લખતર તાલુકાના કિસાન મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી

 લખતર તાલુકાના તાવી ગામના ક્ષત્રિય સમાજના યુવાન રણવીર સિંહ કિરતસિંહ રાણા ની લખતર તાલુકાના કિસાન મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી

લખતર તાલુકામાં ગૌરવનો પ્રસંગ સર્જાયો છે, જ્યાં તાવી ગામના ક્ષત્રિય સમાજના યુવાન રણવીર સિંહ કીરતસિંહ રાણા ની લખતર તાલુકા  કિશાન મોરચા ના પ્રમુખ તરીકે નિમણૂક થતા સમગ્ર લખતર તાલુકા અને લખતર શહેર ક્ષત્રિય સમાજ અને માંગુજી શાખામાં, તથા પોતાના વતન તાવી ગામમાં આનંદની લાગણી ફેલાઈ છે. આ અવસરે તાવી ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો તથા સદસ્યો, વડીલો, દ્વારા તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે રણવીરસિંહ રાણા યુવા નેતૃત્વમાં એક સશક્ત અને પ્રેરણાદાયક વ્યક્તિત્વ છે. તેમની નિમણૂકથી લખતર તાલુકામાં  યુવાનોમાં અને ખેડૂતોમાં નવી ઉર્જા અને દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

આ પ્રસંગે શ્રી લીંબડી શહેર ક્ષત્રિય સમાજ પ્રમુખ સહદેવસિંહ રાણા,  મહામંત્રી મહાવીરસિંહ ઝાલા, વિજયસિંહ ઝાલા, ગણપતસિંહ ચુડાસમા, ભરતસિંહ ઝાલા, મુન્નાભાઈ જાડેજા,  દિપેન્દ્રસિંહ જાડેજા, અલ્પેન્દ્રસિંહ ઝાલા, વિજયસિંહ ઝાલા, કિશોરસિંહ ઝાલા, યશવંતસિંહ ઝાલા, કે.કે. રાણા, કૃષ્ણસિંહ ઝાલા, દીપકસિંહ વાઘેલા સહિત ની કમિટી તેમજ સલાહકાર સમિતિના તમામ સદસ્યો,  કારોબારી સમિતિના તમામ સદસ્ય અને તાવી ગામના ક્ષત્રિય સમાજના આગેવાનોમાં તેમજ પરિવારજનોમાં નરેન્દ્રસિંહ કિરતસિહ રાણા (મોટાભાઈ)

ભગીરથસિંહ વજુભા (મોટાભાઈ) , હિતેન્દ્રસિંહ જશુભા (નાનાભાઈ) , ઇન્દ્રજીતસિંહ વજુભા (નાનાભાઈ) ડૉ.પૃથ્વીરાજસિંહ જશુભા (નાનાભાઈ) તથા  દ્વારા શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે તેઓ ભવિષ્યમાં વધુ પ્રગતિ કરે અને ક્ષત્રિય સમાજ તથા જનતા, ખેડૂતોની સેવા માટે સતત કાર્યરત રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવે છે..

અહેવાલ :  દિપકસિંહ વાઘેલા, લીંબડી

Post a Comment

0 Comments