લીંબડી તાલુકાના ક્ષત્રિય સમાજના યુવાન અને ગેડી ગામના વાતની રાજદીપસિંહ પૃથ્વીરાજ સિંહ રાણા ની લીંબડી ગ્રામ્ય કિશાન મોરચા ના મહામંત્રી તરીકે નિમણૂક થતા સમગ્ર લીંબડી તાલુકા અને લીંબડી શહેર ક્ષત્રિય સમાજમાં આનંદની લાગણી ફેલાઈ
લીંબડી તાલુકાના ક્ષત્રિય સમાજના યુવાન અને ગેડી ગામના વાતની રાજદીપસિંહ પૃથ્વીરાજ સિંહ રાણા ની લીંબડી ગ્રામ્ય કિશાન મોરચા ના મહામંત્રી તરીકે નિમણૂક થતા સમગ્ર લીંબડી તાલુકા અને લીંબડી શહેર ક્ષત્રિય સમાજમાં આનંદની લાગણી ફેલાઈ આ અવસરે ક્ષત્રિય સમાજના આગેવાનો તથા સદસ્યો, વડીલો, દ્વારા તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે રાજદિપસિંહ યુવા નેતૃત્વમાં એક સશક્ત અને પ્રેરણાદાયક વ્યક્તિત્વ છે. તેમની નિમણૂકથી લીંબડી શહેરના યુવાનોમાં નવી ઉર્જા અને દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી લીંબડી શહેર ક્ષત્રિય સમાજ પ્રમુખ સહદેવસિંહ રાણા, મહામંત્રી મહાવીરસિંહ ઝાલા, વિજયસિંહ ઝાલા, ગણપતસિંહ ચુડાસમા, ભરતસિંહ ઝાલા, મુન્નાભાઈ જાડેજા, દિપેન્દ્રસિંહ જાડેજા, અલ્પેન્દ્રસિંહ ઝાલા, વિજયસિંહ ઝાલા, કિશોરસિંહ ઝાલા, યશવંતસિંહ ઝાલા, કે.કે. રાણા, કૃષ્ણસિંહ ઝાલા, દીપકસિંહ વાઘેલા સહિત ની કમિટી તેમજ સલાહકાર સમિતિના તમામ સદસ્યો, કારોબારી સમિતિના તમામ સદસ્ય દ્વારા શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે તેઓ ભવિષ્યમાં વધુ પ્રગતિ કરે અને ક્ષત્રિય સમાજ તથા જનતાની સેવા માટે સતત કાર્યરત રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવે છે..
અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી

0 Comments