ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત વાઇઝ  સંગઠનાત્મક બેઠક લીંબડી ગ્રામ્ય વિસ્તારની 1 જીલ્લા પંચાયત સીટ,  રળોલ. 2 જીલ્લા પંચાયત સીટ,  પાણેશણા. 3 જીલ્લા પંચાયત સીટ, શીયણી. 4 જીલ્લા પંચાયત સીટ રાણાગઢ ખાતે શક્તિ કેન્દ્ર બેઠક યોજાઈ 


રાણાગઢ ખાતે શક્તિ કેન્દ્ર બેઠકમાં લીંબડી વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય ગુજરાત સરકાર ના પૂર્વ કેબિનેટ મંત્રી  કિરીટસિંહ રાણા  તેમજ પાટડી. ધારસભ્ય પી. કે. પરમાર, પાટડી. સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના મહામંત્રી  ભાવેશભાઈ મકવાણા તથા લીંબડી ઝોન મહામંત્રી સલૈષભાઇ રાજવીર તથા ઉપ પ્રમુખ રાજભા ઝાલા તથા લીંબડી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ હરપાલસિંહ રાણા અને સુ.લઘુમતી પ્રમુખ એ.ડી.વારૈયા તથા પ્રભારી શંકરભાઈ દલવાડી અને ભારતીબેન ખોખાણી તથા લીંબડી તાલુકા ભાજપ પ્રમુખ  વનરાજભાઇ રોજાસરા, મહામંત્રી ગોવિંદભાઇ લકુમ તથા લઘધીરસિંહ પરમાર અને જીલ્લા પંચાયતના સદસ્યો,   તાલુકા પંચાયત ના સદસ્યો,  શક્તિ કેન્દ્ર ના સંયોજકો, બુથ પ્રમુખો, તથા 4 જીલ્લા પંચાયત ના સૌ વડીલો, યુવાનો મિત્રો માતાઓ, બહેનો અને કાર્યકર્તાઓ અને ગામે ગામથી મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણાએ ભાજપના ઉમેદવાર કોઈપણ સમાજમાંથી આવતા  હોય પરંતુ  તેને સૌ સાથે ભાજપના ઉમેદવાર જીત અપાવવા માટે આહવાન કરવામાં આવેલ હતું. 

અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી 


Post a Comment

0 Comments