નીલકંઠ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ઘુંટણના રિપ્લેસમેન્ટ નું સફળ ઓપરેશન....

 નીલકંઠ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ઘુંટણના રિપ્લેસમેન્ટ નું સફળ ઓપરેશન....


    લીંબડી જેવા નાના કેન્દ્રમાં આરોગ્ય ક્ષેત્ર એક પ્રશંસન્નીય સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. અહીં ની જાણીતી નીલકંઠ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક વિભાગ દ્વારા અત્યંત જટિલ ગણાતું ની રિપ્લેસમેન્ટ ( ઘુંટણનું પ્રત્યારોપણ ) ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું.

    સામાન્ય રીતે ઘુંટણ બદલવા જેવા મોટા ઓપરેશનો માટે દર્દીઓ એ અમદાવાદ કે રાજકોટ જેવા મોટા શહેરોમાં જવુ પડતું હોય છે. પરંતુ હવે લીંબડીમાં જ હાંડકાંના તમામ એલપ્રકા૨ના ઓપરેશનની સુવિધાં ઉપલબ્ધ થતા દર્દીઓને રાહત મળી છે. આ સફળતા અંગે હોસ્પિટલના તબીબો એ જણાવ્યુ હતું કે અમારો મુખ્ય ઉદેશ છે કે અંતરિયાળ વિસ્તારના લોકોને પણ મોટા શહેર જેવી જ કવોલિટી ટ્રીટમેન્ટ પોતાના જ વિસ્તારમાં મળી રહે. ઘુંટણના દુખાવાથી પીડાંતા દર્દીઓ હવે આધુનિક પદ્ધતિ થી ઓપરેશન કરાવીને ફરીથી ચાલતા થઈ શકશે. આ સુવિધા શરૂ થવાથી લીંબડી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ખુશીની લહેર જોવા મળી છે.


દીપકસિંહ વાઘેલા, લીંબડી
મો. ૯૯૨૫૫ ૯૧૩૬૬ 

Post a Comment

0 Comments