ચુડા તાલુકાના ગોખરવાળા ગામે રમજાન ઈદના દિવસે ઈદ મુબારકની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી
લીંબડી ના ધારાસભ્ય કિરીટસિંહ રાણા એ ગોખરવાળા ગામની મુલાકાત લઇ ને મુસ્લિમ સમાજ ના ભાઈ ઓને ઈદ ની શુભેચ્છા પાઠવી હતી
આજે ગોખરવાળા ગામે રમજાન ઈદના દિવસે ઈદ મુબારક શુભકામના પાઠવવા માટે લીંબડી ના લોકલાડીલા ધારાસભ્ય કિરીટસિંહ રાણા ખાસ ઉપસ્થિત રહેલ હતા મુસ્લિમ સમાજના ભાઈઓને મળીને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી હતી તેમજ ગોખરવાળા નાનાબાપુ ચુડા તાલુકા પંચાયત સદસ્ય લઘધિરસિહં જાદવ, જોબાળા ક્ષત્રીય સમાજ ના યુવાન કાર્યકર પ્રદિપસિંહ રાણા, લક્કીભાઈ ભાણુભા (લાલીયાદ) સહીત હાજરી આપી હતી અને તમામ મુસ્લિમ સમાજના ચહેરા પર ખુશીનો માહોલના જોવા મળેલ હતો અને આખો મુસ્લિમ સમાજ રાજી થઈ ગયો હતો અને ધારાસભ્ય કિરીટસિંહ રાણાની હાજરી આપવા બદલ ખુબ ખુબ સરપંચ ગોખરવાળા સરપંચ આરીફભાઈ સીદાતર દ્વારા માનવામાં આવેલ.
અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી




0 Comments