લીંબડી નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
ગુજરાત સરકાર દ્વારા પ્રજાને સરકારી સેવાઓ સરળતાથી મળી રહે તે હેતુસર સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં વિવિધ શાસકીય અધિકારીઓ તથા આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને લોકોના પ્રશ્નનો નિકાલ માટેના મુખ્ય સેવાઓ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત નીચે મુજબની સેવાઓનો લાભ નાગરિકોએ લીધો હતો.
આ કાર્યકમ માં આધાર કાર્ડ, નવા કાર્ડ કઢાવવા અને સુધારા-વધારાની કામગીરી, રેશન કાર્ડ, નામ દાખલ કરવા, કમી કરવા કે નવા રેશન કાર્ડની અરજી, આયુષ્માન ભારત (PMJAY) કાર્ડ, આરોગ્ય લક્ષી મફત સારવાર માટેના કાર્ડનું વિતરણ, જાતિ અને આવકના દાખલા, વિવિધ શૈક્ષણિક અને સરકારી યોજનાઓ માટે જરૂરી પ્રમાણપત્રો, વિધવા સહાય અને વૃદ્ધ પેન્શન: સામાજિક સુરક્ષા વિભાગની વિવિધ પેન્શન યોજનાઓનું રજીસ્ટ્રેશન, નગરપાલિકાની સેવાઓમાં જન્મ-મરણના દાખલાઓ અને મિલકત વેરા સંબંધિત પ્રશ્નોને લઇ "સરકાર પ્રજાના દ્વારે" સૂત્રને સાર્થક કરતા આ કાર્યક્રમમાં સ્થળ ઉપર જ પ્રશ્નો નિકાલ થતા કેટલાક વડીલો અને મહિલાઓએ ઘર આંગણે જ મળતી આ સેવાઓ બદલ તંત્રનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં લીંબડી મામલતદાર એન.જે. સુમરા, નાયબ મામલતદાર હરપાલસિંહ ડોડીયા, નાયબ મામલતદાર રજનીકાંતભાઈ પરમાર, નાયબ મામલતદાર પી.જી. દેસાઈ અને ધર્મિષ્ઠાબેન પટેલ, સુનીતાબેન રત્નોતર સહિતનો સ્ટાફ હાજર રહ્યા હતા. આ સાથે જ લીંબડી નગરપાલિકા ચીફ ઓફિસર સાગર રાડીયા, નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ તેમજ નગરપાલિકા સભ્યો દલસુખભાઈ ચૌહાણ, શાંતિલાલ ચૌહાણ, મહેન્દ્રસિંહ ઝાલા, તેમજ કિશોરસિંહ ઝાલા, વિજયસિંહ ઝાલા, કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગ તરફથી લીંબડી અર્બન હેલ્થ ઓફિસર ડૉ. મિત પટેલ, ડૉ. ચેતન આચાર્ય અને મનોજભાઈ ભટ્ટ, કર્મદીપસિંહ રાણા તથા લીંબડી આરોગ્ય ટીમ દ્વારા લોકોના આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અહેવાલ : દીપકસિંહ વાઘેલા, લીંબડી
.jpeg)





.jpeg)
.jpeg)

.jpeg)
.jpeg)
.jpeg)
0 Comments