લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી એ.આર.એસ.સખીદા આર્ટ્સ, શ્રી સી.સી.ગેડીવાલા કોમર્સ એન્ડ સી.સી.હોમસાયન્સ કોલેજ લીંબડી નાં તૃતીય વર્ષમાં અભ્યાસ કરતાં ૧૦ વિધાર્થીઓ મેગા પ્લેશ્મેન્ત માં પસંદગી પામ્યા
ઉચ્ચ શિક્ષણ વિભાગની સુચના મુજબ અને KCG નાં સહયોગ થી તા.12/03/2026 ના રોજ એમ.પી.શાહ આર્ટ્સ & સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર ખાતે જિલ્લા લેવલનો મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો જેમાં શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી એ.આર.એસ.સખીદા આર્ટ્સ, શ્રી સી.સી.ગેડીવાલા કોમર્સ એન્ડ સી.સી.હોમસાયન્સ કોલેજ લીંબડી નાં તૃતીય વર્ષમાં અભ્યાસ કરતાં 50 વિધાર્થીઓ એ ભાગ લીધો જે અંતર્ગત કોલેજના વિધાર્થીઓ એ આ મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં આવેલ જિલ્લાની 15 જેટલી ઇન્ડસ્ટ્રીઝમાં વિવિઘ પ્રકારની પોસ્ટ માટે ઇન્ટરવ્યુ આપ્યાં હતા જેમાંથી 1. ઝાપડીયા યોગેશ 2. મેટાલિયા અંજના, 3. મેટાલિયા અલ્કા 4. મેમરિયા ભૂમિકા 5. પરમાર સ્નેહા 6. પનારા હેમાંગી 7. વેગડા રિધ્ધિ 8. જાડેજા અલ્પેશ્વરીબા 9. મુલતાની સાહિન અને 10. પારઘી મિત્તલ એમ કુલ 10 વિધાર્થીઓ વિવિધ પૉસ્ટ માટે પસંદગી પામ્યા છે. જે બદલ કૉલેજ પરીવાર ગૌરવની લાગણી અનુભવે છે અને સમગ્ર કૉલેજ પરિવાર એ આ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન કૉલેજના પ્રિન્સિપાલ શ્રી પ્રો. કે.એમ.ઠક્કર સાહેબનાં માર્ગદર્શન મુજબ કૉલેજ ના પ્લેસમેન્ટ કૉ - ઑડીનેટર ડૉ. એલ. કે. રાણા, ડૉ. એમ.આર. પટેલ અને ડૉ.સોનલબેન મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું
અહેવાલ : દીપકસિંહ વાઘેલા, લીંબડી


0 Comments