લેન્ડ ગ્રેબિંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.સુરેન્દ્રનગર

 લેન્ડ ગ્રેબિંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.સુરેન્દ્રનગર


 પ્રેમસુખ ડેલૂ સાહેબ (IPS) જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુરેન્દ્રનગર નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં શરીર સબંધિત તથા મિલકત સબંધિત તથા અન્ય ગુનાઓ ડીટેકટ કરવા તેમજ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જે અનુસંધાને એસ.ઓ.જી સ્ટાફના ના PC કુલદીપસિંહ સામતસિંહ ગોહિલ નાઓને ચોક્કસ બાતમી મળેલ કે, સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા પોલીસ સ્ટેશન ના ગુ.ર.નં.૦૨૯૨ /૨૦૨૫ લેન્ડ ગ્રેબિંગ કલમ ૪(૧),૪(૨),૪(૩),૫(સી), પ(ઇ) મુજબના ગુનાના કામે પકડવાના બાકી આરોપી અરવિંદભાઇ મઘાભાઇ ધરજીયા રહે.વેજળકા તા.ચુડા વાળો હાલે મોરબી તાલુકાના લાલપર ગામે મકાનમાં ભાડેથી રહેતો હોવાની હકિકત મળેલ હોય, તેવી ચોક્કસ બાતમી આધારે તપાસ કરતા ઉપરોક્ત આરોપી હાજર મળી આવેલ હોય,સદરહુ આરોપીનુ નામ-ઠામ પુછતા પોતે પોતાનુ નામ અરવિંદભાઇ મધાભાઇ ધરજીયા ઉવ.૨૫ ધંધો.પ્રા.નોકરી રહે.વેજળકા તા.ચુડા જી.સુરેન્દ્રનગર હાલરહે.લાલપર ગામે શંતકૃપા હોટલ પાસે (અનિલભાઇ અધારા ના મકાનમાં ભાડેથી) તા.જી.મોરબી વાળો હોવાનુ જણાવેલ હોય, મજકુર આરોપી વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ચુડા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
કામગીરીમાં રોકાયેલ પોલીસ અધિકારી/કર્મચારીની વિગત :- PI શ્રી બી.એચ.શીંગરખીયા,PSI શ્રી
એન.એ.રાયમા, PSI શ્રી આર.જે.ગોહિલ,HC અમરભા કનુભા,PC કુલદીપસિંહ સામંતસિંહ ગોહિલ,PC અશ્વિનભાઇ કરશનભાઇ

Post a Comment

0 Comments