લીંબડી ગ્રામ્ય ભાજપ મંડળ કારોબારી મીટીંગ

 લીંબડી ગ્રામ્ય ભાજપ મંડળ કારોબારી બેઠક યોજાઈ 





લીંબડી ગ્રામ્ય મંડળની કારોબારી મીટીંગ યોજાઈ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના નવ નિયુક્ત ઉપપ્રમુખ તથા લીંબડી તાલુકા ભાજપના પ્રભારી શ્રીમતી ભારતીબેન ખોખાણી તથા  શંકરભાઈ દલવાડી દ્વારા આગામી દિવસોમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આગલા આયોજન અને સંગઠન રચના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે લીંબડી તાલુકા ભાજપ પ્રમુખ વનરાજભાઈ રોજાસરા, મહામંત્રી ગોવિંદભાઈ લકુમ તથા લઘધીરસિંહ પરમાર, તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના નવ નિયુક્ત પ્રમુખ  એ.ડી. વારૈયા અને મહામંત્રી  અકબરભાઈ નુરાભાઈ સંઘરીયાત ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે વડીલ આગેવાન  દેવજીભાઈ વાઘેલા, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી લાલજીભાઈ કમેજળીયા તથા રાયમલભાઈ ચૌહાણ, તાલુકા પંચાયતના સદસ્યઓ, શક્તિ કેન્દ્રના સંયોજકઓ અને લીંબડી તાલુકા ભાજપ પરિવારના સહ હોદ્દેદારો, કાર્યકર્તાઓ, વડીલો, યુવાનો અને મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : દીપકસિંહ વાઘેલા, લીંબડી 

Post a Comment

0 Comments