સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના ત્રણ કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો – જીલ્લા પોલીસ અધિકારી પ્રેમસુખ ડેલું દ્વારા સન્માન પત્ર અને મોમેન્ટો અર્પણ

 સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના ત્રણ કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો . સુરેન્દ્રનગર

જીલ્લા પોલીસ અધિકારી પ્રેમસુખ ડેલું  દ્વારા સન્માન પત્ર તેમજ મોમેન્ટો અર્પણ





સુરેન્દ્રનગર જિલ્લા પોલીસમાં વર્ષો સુધી નિષ્ઠા, ઈમાનદારી અને ફરજપ્રતિ પ્રતિબદ્ધતા સાથે સેવા આપનાર ત્રણ પોલીસ કર્મચારીઓ વયનિવૃત થતા તેમને ગૌરવભરી વિદાય આપવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આયોજિત વિદાય સમારોહમાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા નિવૃત્ત થતા કર્મચારીઓને પ્રશંસાપત્ર અને મોમેન્ટો અર્પણ કરી તેમની સેવાઓની કદર વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે એસ.પી.શ્રીએ જણાવ્યું હતું કે, નિવૃત્ત થતા કર્મચારીઓએ પોતાના કારકિર્દી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જે હંમેશા યાદ રહેશે. વિદાય સમારોહ દરમિયાન સહકર્મચારીઓએ પણ શુભેચ્છાઓ પાઠવી ભાવુક પળો સર્જાયા હતા. લાંબા સમય સુધી જનસેવામાં આપેલ યોગદાન બદલ તમામે તેમને સલામ કરી તેમના આગામી જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. આ રીતે સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા પોતાના સાથીદારોને સન્માનપૂર્ણ વિદાય આપવામાં આવી હતી.

જયેન્દ્રસિંહ ઝાલા, લખતર 


Post a Comment

0 Comments