આટકોટ ગામ મુકામે ભાદર (ભદ્રાવતી) નદી ના તટે આવેલ સમગ્ર વાઘેલા (ક્ષત્રિય) કુળ ના ઈષ્ટદેવ શ્રી કાથી વિશ્વનાથ મહાદેવ તથા સમગ્ર વાઘેલા (ક્ષત્રિય) કુળ ના કુળદેવી શ્રી વાઘેશ્વરી અંબે માતાજી બિરાજમાન છે
જય માતાજી..... સાથે જણાવતા સહર્ષ આનંદ થાય કે આટકોટ ગામ મુકામે ભાદર (ભદ્રાવતી) નદી ના તટે આવેલ સમગ્ર વાઘેલા (ક્ષત્રિય) કુળ ના ઈષ્ટદેવ શ્રી કાથી વિશ્વનાથ મહાદેવ તથા સમગ્ર વાઘેલા (ક્ષત્રિય) કુળ ના કુળદેવી શ્રી વાઘેશ્વરી અંબે માતાજી બિરાજમાન છે જ્યાં ચૌલ્યુકયવંશ ની ગૌરવાન્વિત વાઘેલા વંશ ના આધ્યપુરુષ શ્રી વ્યાઘદેવ ના પિતા મહારાજાધીરાજ રાજીસુત, શ્રી ગંગામહ (રાકાયત) સોલંકી તેમજ તેમના મામાં કચ્છાધિપતિ શ્રી લાખા ફુલાણી ના સુર સ્થાનક આવેલા છે એવી આશરે એક હજાર (૧૦૦૦) વર્ષ થી વધારે અતિ પવિત્ર વીર ભૂમિ પર આગામી સવંત ૨૦૮૨ ને ચૈત્રસુદ અગિયારસ (૧૧) ને તારીખઃ ૨૯-૦૩-૨૦૨૬ ને રવિવાર ના શુભ દિવસે એકાવન (૫૧) કુંડી નવચંડી યજ્ઞ (સવારે ૬:૩૦ કલાકે) તેમજ સમાજ નું સંમેલન (બપોરે ૩:૦૦ કલાકે) તેમજ રાત્રે (૯:૩૦) કલાકે ભવ્ય લોકડાયર (સંતવાણી) નું આયોજન કરવામાં આવેલ છે. તો આ પાવન પ્રસંગે સમાજના સર્વે વડીલો, આગેવાનો, ભાઈઓ, માતાઓ, બહેનો ને આટકોટ અંબેધામ ખાતે પધારવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ...




0 Comments