લીંબડી ખાતે ઝાલા માંગુજી ક્ષત્રિય સમાજના નવનિયુક્ત તમામ હોદ્દેદારોનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો

 લીંબડી ખાતે ઝાલા માંગુજી ક્ષત્રિય સમાજના નવનિયુક્ત તમામ હોદ્દેદારોનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો

આ સન્માન સમારોહ કાર્યક્રમ માં લીંબડી, ચુડા, લખતરમાંથી માંગુંજી ક્ષત્રિય સમાજ ના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ

































લીંબડી ખાતે તાજેતરમાં ઝાલા માંગુજી ક્ષત્રિય સમાજના નવનિયુક્ત તમામ હોદ્દેદારોનો સન્માન સમારોહ ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાઈ ગયો. આ પ્રસંગે લીંબડીના લોકપ્રિય ધારાસભ્ય કિરીટસિંહ રાણા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના અધ્યક્ષસ્થાને સમગ્ર કાર્યક્રમ કરવામાં આવેલ અને ક્ષત્રિય સમાજ ના ભાઈઓને આશિર્વચન આપવા લીંબડી મોટા મંદિર મહંત લાલદાસજીબાપુ રહેલ..સમાજમાં નવી જવાબદારી સંભાળનાર તમામ નવનિયુક્ત હોદ્દેદારોમાં ઝાલા માંગુજી ક્ષત્રિય સમાજ પ્રમુખ હરપાલસિંહ રાણા (ગેડી), ઉપપ્રમુખ વિજયસિંહ ઝાલા (અડવાળ), લખધીરસિંહ ઝાલા (ખભલાવ), યશવંતસિંહ ઝાલા (તાવી), યોગીરાજસિંહ ઝાલા (રંગપુર), રાજવીરસિંહ ઝાલા (કારોલ), મહામંત્રી જગદીશસિંહ ઝાલા (સમલા), મંત્રી ભવાનીસિંહ ઝાલા (કંથારિયા), કિશોરસિંહ ઝાલા (પરાલી), ભૂપેન્દ્રસિંહ ઝાલા (રોજાસર), દિવ્યરાજસિંહ ઝાલા (મોટા ટીંબલા), નાણાં મંત્રી મૈસૂરસિંહ ઝાલા (જાખણ ), સંગઠન મંત્રી પ્રદ્યુમનસિંહ ઝાલા (જાખણ), પૃથ્વીરાજસિંહ ઝાલા (ભોંયકા), ચંદુભા ઝાલા (ભલગામડા), પ્રદીપસિંહ રાણા (અચારડા), રાજેન્દ્રસિંહ ઝાલા (લાલિયાદ), મીડિયા સેલ કન્વીનર પૃથ્વીરાજસિંહ ઝાલા (સૌકા), સોશિયલ મીડિયા કન્વીનર બ્રિજરાજસિંહ ઝાલા (કમાલપુર) સહિતનું લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, મોટા મંદિર મહંત લાલદાસજી બાપુ, ઝાલાવાડ ક્ષત્રિય સમાજ પ્રમુખ રૂદ્રસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ પ્રવિણસિંહ ઝાલા, લીંબડી શહેર ક્ષત્રિય સમાજ પ્રમુખ સહદેવસિંહ રાણા, રઘુભા ઝાલા (કારોલ), પૂર્વ પ્રમુખ બળદેવસિંહ રાણા ( મોટા ટીંબલા), કાળુભા ઝાલા ( મોટા ટીંબલા), પ્રતાપસિંહ રાણા (કંથારિયા), અંબાલાલ રાણા ( તાવી), ભગીરથસિંહ રાણા ( ભલગામડા), કૃષ્ણસિંહ રાણા ( ભલગામડા), મહાવીરસિંહ ઝાલા ( કારોલ), પૂર્વ ડી,વાય.એસ.પી. જયુભા ઝાલા, જે.ડી. રાણા ( દેવળિયા),  બબુજી ઝાલા ( વનાળા), ના તેમજ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા પુષ્પગુચ્છ, સાલ ઓઢાડીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ​આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી બોલતા ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, "ક્ષત્રિય સમાજ હંમેશા અન્યને મદદરૂપ થવાની ભાવના ધરાવે છે. નવનિયુક્ત હોદ્દેદારો સમાજની સેવા સાથે રાષ્ટ્રહિતના કાર્યોમાં પણ અગ્રેસર રહે અને સમાજમાં શૈક્ષણિક તેમજ સામાજિક ક્રાંતિ લાવવા પ્રયત્નશીલ બને." સમાજ સંગઠન, એકતા વધારવા માટે  સમાજના આગેવાનોએ સંગઠન શક્તિ પર ભાર મૂક્યો હતો અને આવનારા સમયમાં યુવા પેઢીને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા આયોજનો કરવા પર ચર્ચા કરવામાં આવી હતી. આ સમારોહમાં ઝાલા માંગુજી ક્ષત્રિય સમાજના વિવિધ ગામોના અગ્રણીઓ, યુવા કાર્યકરો અને મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે નવનિયુક્ત હોદ્દેદારોએ સમાજની ઉન્નતિ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની ખાતરી આપી હતી. ​સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી.

અહેવાલ :  દિપકસિંહ વાઘેલા, લીંબડી 

Post a Comment

0 Comments