કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના અપમાનજનક નિવેદનથી લીંબડી શહેર અને લીંબડી ગ્રામ્ય ભાજપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો ઉગ્ર વિરોધ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતની જનતા અને ગુજરાતના અસ્મિતા સમાન નેતૃત્વ વિરુદ્ધ કરવામાં આવેલા વિવાદાસ્પદ અને અપમાનજનક નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા લીંબડી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં આ નિવેદનના વિરોધમાં આજે આઝાદ ચોક ખાતે લીંબડી શહેર તથા તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સૂત્રોચ્ચાર અને પ્રદર્શન લીંબડી શહેરના આઝાદ ચોક ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો એકઠા થઈને સુત્રોચ્ચારો કરવામાં આવેલ
લીંબડી શહેર તથા લીંબડી તાલુકાના કાર્યકરોએ "ગુજરાતનું અપમાન નહીં સહે સહન કરે" જેવા નારાઓથી વાતાવરણ ગજવી દીધું હતું. વિરોધના ભાગરૂપે કાર્યકરો દ્વારા મલ્લિકાર્જુન ખડગે સામે આક્રોશ પ્રગટ કરીને પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગુજરાતી અસ્મિતા પર પ્રહાર ભાજપના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ હંમેશા ગુજરાત અને ગુજરાતીઓને નીચા દેખાડવાનો પ્રયાસ કરે છે. ખડગેનું આ નિવેદન માત્ર કોઈ વ્યક્તિ વિશે નથી, પરંતુ સમગ્ર ગુજરાતની જનતાનું અપમાન છે.
"કોંગ્રેસ પાસે હવે કોઈ મુદ્દા રહ્યા નથી, તેથી તેઓ પાયાવિહોણા અને અપમાનજનક નિવેદનો પર ઉતરી આવ્યા છે. ગુજરાતની જનતા આગામી સમયમાં કોંગ્રેસને આ અપમાનનો જડબાતોડ જવાબ આપશે.એવું તાલુકા ભાજપના અગ્રણીઓએ જણાવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં લીંબડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ ચાવડા તેમજ લીંબડી તાલુકા ભાજપ પ્રમુખ વનરાજભાઈ રોજાસરા, પૂર્વ ચેરમેન શંકરલાલ દલવાડી, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ સેઠ, ગોવિંદભાઈ લકુમ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ, વિજયસિંહ ઝાલા, દલસુખભાઈ ચૌહાણ, પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ખાંદલા, દિવ્યરાજસિંહ જાડેજા, રાજુભાઈ ભરવાડ, ચેતનભાઈ પટેલ, કિશોરસિંહ ઝાલા, મનુભાઈ જોગરાણા, ભરતસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા, વિજયભાઈ મકવાણા, મુન્નાભાઈ સોન્ડલા, સત્યપાલસિંહ ઝાલા, જયદીપસિંહ ઝાલા, ભરતભાઈ પરમાર, ઉપેન્દ્રસિંહ ઝાલા, વિપુલ પાટડીયા, વિક્રમભાઈ વડેખાણીયા. ચેતનભાઈ શેઠ, દિલીપભાઈ ડણીયા, હરદીપસિંહ રાઓલ, અમરીશભાઈ ઠાકર, આશિષ ગોહિલ, લાલજીભાઈ કમેજલીયા, જયરાજસિંહ, શિયાણી સરપંચ દર્શનભાઈ ભરવાડ, વનરાજસિંહ બોરાણા, અરવિંદભાઈ સોલંકી, અર્જુનભાઈ, કાનભા જાડેજા, યુવરાજસિંહ રાણા, અને શહેર તથા તાલુકા વિવિધ મોરચાના પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે કોંગ્રેસના નેતાના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું હતું.
અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી

.jpeg)
0 Comments