સુરેન્દ્રનગર જિલ્લામાં મકાન ભાડે આપતા પહેલા પોલીસને જાણ કરવી ફરજિયાત: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

 સુરેન્દ્રનગર જિલ્લામાં મકાન ભાડે આપતા પહેલા પોલીસને જાણ કરવી ફરજિયાત: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું 

માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:

સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રાસવાદી અને અસામાજિક તત્વો ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી તેમજ શાંતિનો ભંગ ન કરે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.આર. પટેલ દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા વગર મકાન ભાડે આપવા માટે પ્રતિબંધિત ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. 

આ જાહેરનામા અનુસાર, જિલ્લામાં મકાન ભાડે આપતા પહેલાં મકાન માલિકનું નામ, ભાડે આપેલ મકાનની વિગત, કયા વિસ્તારમાં આવેલું છે તેની પૂરેપૂરી વિગત તથા કેટલા ચો.મી.માં બાંધકામ છે. મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ, મકાન ભાડે આપ્યાની તારીખ તથા માસિક ભાડાની રકમ, કોઈ વ્યક્તિઓને ભાડે આપેલ છે તો તેમના પાકા નામ સરનામા ફોટા સાથે આપવા તથા મકાન માલિકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર દલાલ/ઓળખાણ આપનાર વ્યક્તિનું નામ, સરનામું સહિતની વિગતો જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશને નિયત ફોર્મમાં ભરીને આપવાની રહેશે.

આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૩૧/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા - ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

૦૦૦૦૦

Post a Comment

0 Comments